________________
[૩૪૨ ]
શ્રી કરવિજયજી છે. તૃપ્તિ અષ્ટકમાં કહ્યું છે કે–વિષયભેગથી અતૃપ્ત એવા ઇંદ્ર કે ઉપેદ્રાદિક પણ સુખી નથી. દુનિયામાં સુખી માત્ર જ્ઞાનામૃતથી તૃપ્ત અને નિરંજન કર્ણકલંકથી મુક્ત થયેલા એવા મુનિજને જ છે. નિસ્પૃહી, નિરાશી, નિર્લોભી, સંતોષી સાધુ ચક્રવતીથી અધિક સુખી છે. જ્ઞાનામૃતથી તે સદા સુપ્રસન્ન રહે છે. જ્ઞાન જ અભિનવ અમૃત, અભિનવ રસાયણ અને અભિનવ ઐશ્વર્યા છે. તે જે ભવ્યજનને પ્રાપ્ત થયેલ છે તે જ ખરા સૌભાગ્યશાળી છે. એવા અપૂર્વ જ્ઞાન વિનાના માણસે પશુ સરખા જ છે, માટે અમૂલ્ય માનવભવ પામીને એવું અપૂર્વ જ્ઞાન-આત્મજ્ઞાન–અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા પૂરતો પ્રયત્ન કર જોઈએ. આત્મજ્ઞાન આત્માનુભવી યેગીઓના અનુગ્રહથી પ્રાપ્ત થઈ શકે છે. એવા મહાત્માઓને અનુગ્રહ યોગ્ય છેને થાય છે. એવી યોગ્યતા વિષયાસકિત, વિષયવિકાર, વિષયવાસના તજી સદગુરુની યથાવિધિ ઉપાસના કરતાં સહેજે સંપજે છે. જે જને વિષયાદિક પ્રમાદને વશ થઈ સંતસમાગમથી વિમુખ જ રહે છે તેમને તે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ સંજ્ઞાચતુષ્કથી પશુની પેઠે સ્વજીવન સમાપ્ત કરવાનું થાય છે. પશુવૃત્તિ તેમને પ્રિય લાગે છે અને તેમાં જ તે રચ્યાપચ્યા રહે છે. આત્મગુણ પ્રતિ તેને લક્ષ્ય જ હોતું નથી, તેથી આત્માની તાત્વિક ઉન્નતિને માર્ગ જાણવાનું કે આદરવાને તે દરકાર રાખતા નથી. આવા પામરજન ઉપર સદગુરુને અનુગ્રહ થઈ શકતો નથી. કેવળ પશુવૃત્તિવડે જીવનારા લેકે સ્વપરહિત સાધવાને કઈ રીતે અધિકારી થઈ શકતા નથી. તેમની સર્વ શક્તિ ખેટે રસ્તે જ ખર્ચાઈ જાય છે. સદગુણપ્રાપ્તિ માટે જે મનને, વચનને અને કાયાને સદુપયોગ કરવો જોઈએ તેને બદલે