________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૪૩] તે તન, મન અને વચનને વિષયેંદ્રિયોને પોષવાને માટે ગેરઉપગ કરી, વિષયજાળમાં ગુંથાઈ જઈ, કપિત સુખમાં લલચાઈને સર્વ સસ્સામગ્રીને કેવળ નિષ્ફળ કરી નાખે છે. પિતાની જ નિર્બળતાથી વિષયજાળમાં ફસાયેલા પામર પ્રાણીઓ સાચા સુખને ગંધ પણ કયાંથી પામી શકે ? કહ્યું છે કે “સત્ય, શ્રત, શીળ, વિજ્ઞાન, તપ અને વૈરાગ્ય એ સર્વ ક્ષણમાત્રમાં વિષયરૂપ વિષના ગે મુનિ પણ ગુમાવી દે છે. જ્યારે મુનિમહાત્માને પણ વિષયસંગથી આટલી બધી હાનિ થાય છે ત્યારે વિષયસુખમાં જ રચ્યાપચ્યા રહેનાર ઈતર અજ્ઞ જનનું તે કહેવું જ શું?” તેથી જ શાસ્ત્રકાર જીવને વારંવાર એવી જ હિતશિક્ષા આપે છે કે “રે મૂઢ જીવ ! સ્વમતિકપિત ક્ષણિક સુખમાં લુબ્ધ થઈ તું શા માટે ચંદ્રમા સમાન ઉજજવલ યશને અને નિરુપમ એવા અક્ષય સુખને હારી જાય છે ? અક્ષય અનુપમ એવું મોક્ષસુખ જેથી સાધી શકાય એવી અનુકૂળ સામગ્રી પુનઃ પુનઃ મળવી મુશ્કેલ છે. તેને તુચ્છ વિષયસુખને નિમિતે ગુમાવી દેવી એ કેવળ મતિમૂઢતા છે, કેમ કે તેવા મતિ મેહથી ગમે તેટલી ઊંચી હદે ચઢેલા પુરુષને પતિત થતાં વાર લાગતી નથી. કહ્યું છે કે “વિષય અગ્નિ પ્રજવલિત થયે સતે ચારિત્રના સંપૂર્ણ સત્વને બાળી નાંખે છે અને સમ્યકત્વને પણ નષ્ટ કરી જીવને અનંત સંસારી બનાવે છે.”
આ ભયંકર ભવાટવીમાં જીવોને એવી છે આકરી વિષયતૃષ્ણ જાગે છે કે જેથી ચૌદપૂવ સરખા સમર્થ જ્ઞાનીને પણ નરકનિગોદમાં અનંતકાળ પર્યત રઝળવું પડે છે. વિષયરસમાં આસક્તિ ધારવાથી જીવની થતી અવંતી વિડંબના બતાવી, તેવા દુરંત દુઃખદાયી વિષયથી વિરક્ત થઈ સંતોષવૃત્તિ ધારવા અને અભિ