________________
[૩૨૪ ]
થી કપૂરવિજયજી અવિવેકથી તે વિષયભેગ ભેગવ્યા સતા જીવને અનેક પ્રકારની કુનિમાં રખડાવે છે, માટે જ તેને મહાહાનિકારક કહ્યાં છે. જે ઇંદ્રિયના વિષયમાં આસક્ત બની જાય છે તે પંખી જેમ પિતાની પાંખ છેદાઈ જવાથી જમીન ઉપર પડી દુઃખી થાય છે, તેમ શીલ, સંતોષાદિક સગુણ વિના ભયંકર ભવસમુદ્રમાં પડી દુઃખી થાય છે.”
આ પ્રમાણે સમજી શાણું માણસેએ ધૂર્ત સમાન ઇંદ્રિયને આધીન થવું નહીં. અન્યથા અંતે નરકાદિક સંબંધી અનંત દુઃખદાવાનળમાં પડવું પડશે. ઈદ્રિયરૂપી ચોરટા જેમનું સંયમધન હરી શકે નહીં તે જ ખરા મરદ છે, તે જ ખરા પંડિત છે અને એમની જ અમે પ્રશંસા કરીએ છીએ.
મુમુક્ષુ જન તો ઇન્દ્રિયને વશ નહીં થતાં તેને વશ કરવા માટે જ અહોનિશ પ્રયત્ન કરે છે, કેમ કે ઇદ્ધિને વશ પડેલા જીવો મુક્તિના અધિકારી થઈ શકતા જ નથી. વળી જેમ જેમ વિષયસુખની ચાહનાથી તેનું અધિકાધિક સેવન કરાય છે તેમ તેમ વિષયતૃષ્ણા વધતી જઈ આત્માની ચેતનાને મૂચ્છિત કરી નાખે છે. એ જ વાતને દઢ કરતા થકા ગ્રંથકાર કહે છે કે–૧.
જે વિષવૃક્ષને જળથી તરબોળ રાખીને સારી રીતે પડ્યા હોય તે તે વિષવૃક્ષે તેને આશ્રય લેનાર સર્વ કોઈને અનેક પ્રકારે દુઃખદાયી નિવડે છે, તેમની છાયા, તેમને વાયુ, તેમનાં પત્ર, ફળ કે ફૂલ સર્વે અનર્થકારી થાય છે, તેવી જ રીતે ઇંદ્રિયોને પણ હદ વિનાની તૃષ્ણા વિષયાંધ બનાવી બહુ પ્રકારે પેલી હોય તો તે વિષવૃક્ષની પેઠે વિષમ વિકાસ