________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૬] અને સ્થાલ, કળશાદિક તેના અનિત્યપર્યાય છે. પીતતા, ચીકણાશ વિગેરે સેનાના નિત્યપર્યાય યાને ગુણ છે, અને કટક, કુંડલાદિક તેના અનિત્યપર્યાય છે. તેવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્માના નિત્યપર્યાય છે, અને નરક, તિર્યંચાદિ અથવા દેવમનુષ્યાદિ ગતિ તેમ જ દેહ, સંસ્થાન વિગેરે તેના અનિત્યપર્યાય છે. જેમ હંસ ક્ષીરનીરની વહેંચણ કરી, ક્ષીરમાત્રને ગ્રહણ કરી, જળમાત્રને તજી દે છે તેમ તત્ત્વજ્ઞાની ગુરુની કૃપાથી જેનામાં સદ્વિવેક જાગે છે તે સ્વપરને, ગુણપર્યાયને, શુદ્ધઅશુદ્ધને, નિત્યઅનિત્ય વસ્તુને યથાર્થ ઓળખી જે શુદ્ધ, નિત્ય અને પોતાની જ સાચી વસ્તુ છે તેને ગ્રહણ કરે છે, અને જે અશુદ્ધ, અનિત્ય અને પર છે તેવી ખોટી વસ્તુને તજી દે છે. જેમ રાજહંસને સ્વાભાવિક રીતે જ માનસ સરોવરનાં નિર્મળ જળમાં રતિ થાય છે તેમ સમ્યમ્ જ્ઞાનવાન વિવેકીને પણ આત્માના સ્વાભાવિક ગુણમાં જ પ્રીતિ બંધાય છે. કદાચ કર્મવશાત્ તેને સંસારવ્યવહાર સેવ પડે છે, તો પણ તે તેમાં રાચતા નથી–તટસ્થપણે ગૃહવ્યવહારને સેવે છે. તેની અંતરંગ પ્રીતિ તો મોક્ષસાધનમાં જ લાગી રહે છે, તેને જ સારભૂત સમજે છે; બાકીના સંસાર–પ્રપંચને કેવળ ઉપાધિરૂપ અને અસાર જ સમજે છે. જેને ઘેબરના ભેજનમાં પ્રીતિ લાગી હોય છે તે જેમ અન્ય ભજન કરતાં છતાં ઘેબર મળવાની રાહ જોયા કરે છે તેમ જ્ઞાનવાન્ વિવેકી પણ કર્મવશાત ગૃહવ્યવહારને સેવતો છતો આત્મસાધનના અવકાશને આતુરતાથી ઈછગ્યા કરે છે. ગૃહવ્યવહારને સેવતાં છતાં દરેક વ્યવહાર પ્રસંગે તેની વિવેકદષ્ટિ કેવી જાગૃત રહે છે તેનો કાંઈક ચિતાર શ્રીમદ્દ ઉપાધ્યાયજી