________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૭] તેમ સમતાવંત સાધુનાં જ્ઞાનદશન સર્વત્ર વિસ્તારને પામી શકે છે. હંસ જેમ માનસરોવરમાં મગ્ન થઈ રહે છે તેમ તેવા સમતાવંત સાધુ પણ શુદ્ધ ચારિત્રમાં જ મગ્ન થઈ રહે છે. જેમ હંસ નીર ને ક્ષીરમાંથી ક્ષીરનું જ પાન કરે છે, જળનો ત્યાગ કરે છે તેમ સમતાભાવી સાધુજને પણ સગુણ માત્રનું જ ગ્રહણ કરે છે અને દોષ માત્રની ઉપેક્ષા કરે છે. એવા આત્મારામાં સાધુને અનુભવરસનો જે આસ્વાદ મળે છે તે સમતા વિના ગમે તેવી કષ્ટ કરણ કરનારને કદાપિ મળી શકતો જ નથી. આવા સમભાવી સાધુને અ૫ જ્ઞાન પણ બહુ જ્ઞાનની ગરજ સારે છે. જેમ માસતુષ મુનિ “મા હજ મા તુષ' કોઈ ઉપર રેષ કરવો નહિ તેમ કેઈ ઉપર રાગ કરે નહિ એટલા પણ સમ્યગજ્ઞાનના અવબોધવડે ઉત્તમ પ્રકારની સમતાને સેવી શિવસુખના ભાગી થયા તેમ વેતાંબર યા દિગંબર, બૈદ્ધ કે અન્ય ગમે તે સંપ્રદાયને શમ્સ સમતાવડે અવશ્ય મેક્ષને અધિકારી થઈ શકે છે. આત્મામાં એવી સુખદાયી સમતા આવી છે કે નહિ? તેની જીવને અવસરે પ્રતીતિ થઈ શકે છે. જે ખરે અવસરે ગજસુકુમાળ, મેતાર્ય મુનિ, ગજ. સુકુમાળ, અવંતિસુકુમાળ, દઢપ્રહારી, ચિલાતીપુત્ર, બંધક મુનિ, સુકેશલ મુનિ અને સ્કંદકસૂરિના ૫૦૦ શિષ્યની માફક આત્મા સર્વ પરભાવને છેડી નિજસ્વભાવમાં જ અડગ રહે, કોઈ ઉપર લવલેશ પણ રાગ દ્વેષ ન કરે, તે તે સમતારસમાં મગ્ન થયે કહેવાય. એવી સહજ સમતાને સેવનાર શુદ્ધ ચારિત્રપાત્ર સાધુપુરુષ જ મોક્ષના ખરા અધિકારી છે. મુનિના મુષ્ટિજ્ઞાનનું કંઈક સ્વરૂપ બતાવીને પુનઃ હેતુયુક્તિવડે સમ્યજ્ઞાનનું માહામ્ય શાસ્ત્રકાર કહે છે. ૫.