________________
[ ૩૦૦ ] .
શ્રી કપૂરવિજયજી
ધ્યાનના ભેદ છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સ’સ્થાનવિચય એ ચાર પ્રકારે ધર્મધ્યાન થાય છે. સર્વજ્ઞ પરમાત્માએ આપણા એકાંત કલ્યાણને માટે ચેાગ્યતાનુસારે જે જે આજ્ઞાએ કરેલી છે ( મુનિને માટે ક્ષમા, માર્દવ, આજે વાદિ દશ પ્રકારની આજ્ઞા ફરમાવી છે તેમજ તે જ દવિધ માર્ગોને યથાશક્તિ બની શકે તેટલે અંશે આરાધવા ગૃહસ્થ શ્રાવકને પણ ફરમાવ્યું છે, એમ પરમકૃપાળુ ભગવતે જે જે વિધિનિષેધ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતને અર્થે જણાવેલ છે ) તેનુ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી તે પ્રમાણે વર્તવા પ્રમાદ નહિ કરતાં સદા સાવધાન રહેવું તે આજ્ઞાવિચય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મેાાદિ અંતરગ શત્રુઓથી સદા ચેતતા-જાગતા રહેવું તે અપાવિય પૂર્વે કરેલાં શુભાશુભ કર્મના ઉદય અનુસારે જીવને જ્યારે શુભાશુભ સયેાગ મળે ત્યારે હ યા શાક નહિ કરતાં તે દરેક પ્રાપ્ત સયેગમાં સમભાવ રાખી સ્વક વ્યપરાયણ રહેવું તે વિપાકવિચય. ચૈાદ રજવાત્મક સંપૂર્ણ લેાકનું સ ંસ્થાન-સ્વરૂપ વિચારી અંતે સંપૂર્ણ લેાકાકાશના પ્રદેશ જેટલા અસંખ્ય પ્રદેશવાળા પોતાના આત્માના સ્વરૂપના નિરધાર કરી સ્વભાવરમણી થવું તે સસ્થાનવિચય ધર્મ ધ્યાન સમજવું. વળી ૧ પૃથકૂવિતર્ક સપ્રવિચાર, ૨ એકવિતર્ક અપ્રવિચાર, ૩ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને ૩ વિગતક્રિયાઅનિવી. એ રીતે ચાર પ્રકારનું શુક્લ ધ્યાન શાસ્ત્રમાં વણુ વેલું છે, પરંતુ તે અતિ વિશુદ્ધ ધ્યાન કેવળ અનુભવગમ્ય હાવાથી તેનું સ્વરૂપ આપણી જેવાને અગમ્ય છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર ભેદ પણુ ઉપર બતાવેલ નિર્મળ ધ્યાનના થઇ શકે છે. પ્રભુની પરમ