________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫૫] તેમણે પ્રગટ કર્યું તેવું જ શુદ્ધ સ્વરૂપ પિતાને પ્રગટ થાય, પિતાના સર્વ કર્મ દૂર જાય અને પિતાને આત્મા નિર્મળ, નિષ્કલંક, સર્વજ્ઞ, સર્વદશી, પરમશાંત અને સર્વશક્તિમાન થાય એવી શુદ્ધ નિર્દોષ ભાવનાથી જ ઉક્ત પદનું સેવન કરવામાં આવે. “માસતુષ' મુનિની પેરે “ જ મા તુજ એવા એક પણ પદનું શુદ્ધ નિષ્ઠાથી સમરણ કરવામાં આવે, તેના પરમાર્થ સામે ક્ષણે ક્ષણે પિતાને ઉપયોગ જાગૃત થતો જાય, ગમે તેવા સમ કે વિષમ સંગમાં પોતે રાગ કે ફિસ ન જ કરવા લક્ષ રાખી શકે, અને એમ કરતાં કરતાં અનુક્રમે સર્વ રાગદ્વેષાદિકને ક્ષય પણ કરી શકે. એવા પવિત્ર લક્ષથી એક અથવા અનેક પદનું સમરણ, મનન અને નિદિધ્યાસન કરવાથી કેઈપણ જીવનું કલ્યાણ થઈ શકે છે. સર્વ આગમને એવો જ ઉત્તમ આશય છે. સર્વ સદાચાર સેવવાને એ જ હેતુ હોય છે, કે જેથી આત્મા રાગ, દ્વેષ અને મહાદિકથી મુક્ત થઈ સહજ સ્વાભાવિક સુખને સતત ભક્તા થઈ શકે. રાગદ્વેષાદિક દેષથી સર્વથા મુક્ત થયેલા શ્રી વીતરાગ પરમાત્માએ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતને માટે જ એવા ઉત્તમ પદનું આલંબન લેવા ઉપદેશેલું છે. જેમ શ્રદ્ધાપૂર્વક મંત્રપદનું સ્મરણ કરતાં વિષધરનું વિષ ઉતરી જાય છે તેમ શુદ્ધ શ્રદ્ધાથી, શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલાં અને ગણધરાદિકે ગૂંથેલા શાસ્ત્રવચનનું સ્મરણાદિક કરતાં ગમે તેવાં કઠણ કર્મના બંધ પણ તૂટી જાય છે, રાગાદિક દોષને ક્ષય થઈ જાય છે અને પરમ નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. રાગાદિક દોષોના વિજેતા, કેવળજ્ઞાનાદિક અનંત ગુણના સ્વામી અને નરેંદ્ર, દેવેંદ્ર તથા ગીંદ્રને પણ માન્ય એવા જિનેશ્વર પ્રભુનાં પવિત્ર વચનને શુદ્ધ ભાવનાથી