________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૬૫] પ્રકારને ખોરાક ગ્રહણ કરતો નથી. ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષગુણનું સારી રીતે સેવન કરે છે. મધ્યસ્થતા અથવા નિષ્પક્ષપાતપણાથી સર્વત્ર સમભાવે–સાક્ષી પણ રહે છે. પરવસ્તુમાં મેહને વશ થઈ કર્તુત્વપણું ધારણ કરતું નથી. ઈષ્ટ વિષય સાથે હર્ષ અને અનિષ્ટ સંગે ખેદ ધરતે નથી. ઈષ્ટ અથવા અનિષ્ટ વસ્તુના સંગ વિયેગમાં સમભાવ રાખે છે. વિરક્તપણાના સ્વાભાવિક સુખને અનુભવ કરે છે. મૂઢમતિ પ્રાણુઓ તો સંસારમાં રચ્યાપચ્યા રહીને પગલિક સુખની લાલસાથી ક્ષણમાં રાતાતાતા થઈ જાય છે, પરની સાથે કલેશ કરી બેસે છે, કોઈની ઉપર બેટા આળ ચઢાવે છે; કેઈને સંકટમાં પાડવાને ખાટી ચાડી ખાય છે, પિતાનું ધાર્યું થાય તે કૂદે છે, હસે છે, તેમાં રાચેમાગે છે અને ધાર્યું ન થાય તો શેકસાગરમાં ડૂબી જાય છે, આક્રંદ અને ખેદ કરે છે, પરને ઠગવાને માટે અનેક પ્રપંચ રચે છે, બોલે છે કંઈ અને કરે છે કંઈ, વળી પોતાની ઠગાઈ છૂપાવવાને માયા-પ્રપંચ કરે છે; તેમ જ હિતકારી માર્ગની કેવળ ઉપેક્ષા તથા અશ્રદ્ધા ધારણ કરીને હઠકદાગ્રહવડે અહિત માર્ગને જ આદરે છે, ભૂંડની પેઠે તેમાં જ રચ્યાપચ્યા રહે છે. એવા જડમતિ અજ્ઞાની જનેની જ્યારે આવી ઊંધી પ્રવૃત્તિ થાય છે ત્યારે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીજનેની કેવળ સુલટી જ પ્રવૃત્તિ થાય છે, તેઓ જેમ બને તેમ સલાહશાંતિથી જ કામ લે છે, પિતાના ઉપર આવી પડેલી કઈ પણ આપત્તિને પોતે ધર્યથી સહે છે. તેમાં પોતે કોઈને દોષ દેતા નથી, અરે! દોષમાંથી પણ ગુણ ગ્રહે છે. સંપત્તિના વખતે વિશેષ નમ્રતા ધારે છે, પિતાની રહેણીકરણી સરખી રાખે છે એટલે પોતે જેવું બોલે