SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] * શ્રી કરવિજયજી પરમેં રાચે પરસચિ, નિજરુચિ નિજ ગુણમાંહી; ખેલે પ્રભુ આનંદઘન, ધરી સમતા ગલે બાંહિ.” પરમાર્થ એ છે કે પરવસ્તુમાં અહંતા અને મમતાને ધારણ કરતાં, પરવસ્તુમાં જ રમણ કરતાં સહજ ગુણને લેપ થાય છે. એવી અહંતા અને મમતાને તજી તત્વજ્ઞાનથી એમ પ્રતીત થાય કે શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું છું અને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ તે જ મારા છે, તે વિના બીજે કઈ હું નથી અને બીજું કંઈ મારું નથી, તે જ પરવસ્તુની સાથે અનાદિને સંબંધ તૂટવાને પ્રસંગ મળે. જ્યાં સુધી સ્વપરની યથાર્થ સમજણ પડે નહિં ત્યાં સુધી પરવસ્તુની સાથેને અનાદિને સંબંધ પણ તૂટી શકે નહિં. પરવસ્તુમાં જ પ્રીતિવંત પ્રાણી પરવસ્તુના સંબંધમાં જ રાચેમાચે છે, અને આત્મચિવાન પ્રાણ આત્માના સ્વાભાવિક ગુણમાં જ રાચેમાગે છે. આત્મરુચિને બહારને મિથ્યા આડંબર પ્રિય લાગતું જ નથી. આત્મજ્ઞાની અને આત્માનંદી જન સદાકાળ સમતાના સંગે નિરુપમ સુખને અનુભવ કર્યા કરે છે. કહ્યું છે કે – “ભેગ જ્ઞાન જળ્યું બાળકે, બાહા જ્ઞાનકી દોર, તન ભેગ અનુભવ છો, મગન ભાવ કછુ ઔર. જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ; રત્ન કહે કે કાચકે, અંત કાચ સે કાચ. રાચે માચે ધ્યાનમેં, જાએ વિષય ન કેય; નાચે માચે મુગતિ રસ, આતમજ્ઞાની સય.” જેમ બાળકને ભેગ સંબંધી સુખનો અનુભવ હોતો નથી તેમ મિથ્યા-આડંબરવાળું જ્ઞાન પણ અનુભવશુન્ય જ હોય છે,
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy