________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૧ ] અને જેમ તરુણ પુરુષને ભેગને અનુભવ હોઈ શકે છે તેમ સ્વભાવમગ્નતાનું સુખ અનુભવવડે જ પ્રતીત થઈ શકે છે. તત્વજ્ઞાન વિનાનો વ્યવહાર કેવળ આડંબરરૂપ હોય છે. કદાચ કઈ મૂઢમતિ કાચને રત્ન કહી દે તેથી શું કાચ ન થઈ શકવાનો છે? અંતે કાચ તે કાચ જ છે; ખરે આત્મજ્ઞાની તે જ કહેવાય કે જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તજી ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જ પ્રોતિ ધારે, દુર્ગતિદાયક વિચારશ્રેણિને વારી સદગતિદાયક શુભ વિચારશ્રેણિને જ આદર કરે, કોઈ પણ પ્રકારના વિષયસુખની વાંછના ન જ કરે, અને શાંત વૈરાગ્યરસમાં નિમગ્ન રહી દિનરાત મુક્તિને માટે જ સન્માર્ગનું એકાગ્રતાથી યથાવિધિ સેવન કરે. આવા પુરુષને જ સ્વાભાવિક સુખને યથાર્થ લાભ થઈ શકે. સહજ સ્વાભાવિક સુખનો લાભ જીવને કયારે પ્રાપ્ત થાય છે તે જણાવવા માટે શાસ્ત્રકાર કહે છે કે
અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત આ સંસારચક્રમાં પુદગલાનંદીપણે અને ભવાભિનંદીપણે પરિભ્રમણ કર્યા કરવું તે કૃષ્ણપક્ષ કહેવાય છે, અને સંસારથી વિરક્ત થઈ સહજાનંદીપણે વિચરવું તે શુકલપક્ષ કહેવાય છે. શુભ અથવા શુદ્ધ ક્રિયામાં રુચિ જાગવી તેને જ્ઞાની પુરુષ શુકલપક્ષને ઉદય કહે છે. કૃષ્ણપક્ષમાં પુદ્ગલાનંદી અને ભવાભિનંદી પ્રાણ પરવસ્તુમાં જ પ્રીતિ ધારી દુનિયાનું દાસપણું કરતા રહે છે, એવી દીનતાને શુકલપક્ષની શરૂઆત થતાં અંત આવે છે. જેમ શુકલપક્ષના પ્રથમ દિવસે ચંદ્રમાની ફકત એક કળા દશ્યમાન થાય છે તેમ કૃષ્ણપક્ષની દુર્દશા દૂર થયે છતે અને શુકલપક્ષ સંબંધી. સૈભાગ્યને ઉદય થયે છતે શરૂઆતમાં જ પૂર્ણાનંદરૂપી ચંદ્રની