________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
ઘેાડી પણ સુÀાભિત કળા પ્રગટપણે દ્યોતમાન થાય છે. અનુક્રમે જેમ ચંદ્રમાની કળા શુકલપક્ષમાં વૃદ્ધિંગત થાય છે તેમ પૂર્ણાનંદ–ચંદ્રની કળા પણ વૃદ્ધિ પામતાં અનુક્રમે સમ્યક્ત્વ આદિ સદ્ગુણાને લાભ થાય છે. જેમ અષ્ટમીની રાત્રે અ ચંદ્ર પ્રગટે છે તેમ અપ્રમત્તપણે વતાં જીવને નિર્મળ જ્ઞાન અને ચારિત્રના લાભ મળે છે. અનુક્રમે અપૂર્વ વીર્ય ઉલ્લાસથી કષાયમાત્રને ખપાવી, યથાખ્યાત ચારિત્રને પામી સર્વજ્ઞ, સદી અને સર્વ શક્તિમાન થાય છે. જેમ પૂર્ણિમાની રાત્રિમાં ચંદ્રમા સેાળ કળાથી પરિપૂર્ણ શાલે છે તેમ અંતે આત્મા સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક સ્વાભાવિક ગુણેાથી સંપૂર્ણ રીતે પ્રકાશી રહે છે. આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણાને પ્રગટ કરવા અને માહાદ્વિજન્ય મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનાદિ દોષાને વારવા અનુકૂળ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ક્રિયારુચિપણાથી તેવી અનુકૂળ પ્રવૃત્તિ બહુધા સફળ થાય છે. મેાક્ષને અનુકૂળ ક્રિયા કરવાની રુચિ ભવ્યજીવાને જ જાગે છે. એવી ક્રિયારુચિ જ્યારે જાગૃત થાય ત્યારે જ કૃષ્ણપક્ષના અંત અને શુકલપક્ષના આરંભ થયા સમજવા. ભવ્યજીવા જેમ જેમ ક્રિયારુચિ થઇ સતક્રિયાનું સેવન કરતા જાય છે તેમ તેમ તેમનામાં સનથી નવું જીવન આવતું જાય છે. આ પ્રમાણે પ્રાપ્ત થતું નવું જીવન તેમને ઉન્નતિના માર્ગમાં અધિક અધિક સહાયભૂત થાય છે.
શ્રીમદ્ આનદઘનજી મહારાજ શ્રી સ’ભવિજનના સ્તવનમાં કહે છે કે
સભવ દેવ તે ધ્રુર સેવા સેવે રે, લહી પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવ૦ ૧