________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૩] ભય ચંચળતા જે પરિણામની રે, દ્વેષ અરેચક ભાવ; ખેદ પ્રવૃત્તિ કરતાં થાકિયે રે, દેષ અબાધ લખાવ. સંભવ૦ ૨. ચરમાવતે ચરમ કરણ તથા રે, ભવપરિણિત પક્ષિાક; દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પરિચય પાતક ઘાતક સાધશું રે, અકુશળ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી, પરિશીલન ન હેત. સંભવ૦ ૪ કારણુયોગે કારજ નીપજે રે, એમાં કઈ ન વાદ: પણ કારણ વિનુ કારજ સાધિયેરે,એનિજ મત ઉનમાદ સંભવ૦ ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂ૫. સંભવ. ૬
પરમાર્થ એવો છે કે હે ભવ્યજી! તમે પ્રથમ સંભવનાથ પ્રભુની સેવાને ક્રમ (પ્રભુની સેવા કરવાની રીતિ-નીતિને) સમજીને પ્રભુની સેવા કરો. અભય, અદ્વેષ અને અખેદ એ ત્રણ ગુણનો દઢ અભ્યાસ એ પ્રભુસેવાની આદિ ભૂમિકા છે. તે અનુક્રમે ભયાદિક દોષોને વારવાથી સિદ્ધ થઈ શકે છે. તેમાં ચિત્તની ચંચળતા–પરિણામની અસ્થિરતા એ જ ખરો ભય છે. શાસ્ત્રકારે અન્યત્ર પણ કહ્યું છે કે –
ભારે ભય પદ સેય હૈ, ક્યું જડકે નિસાસ; ઉનસે જે ડરતો ફિરે, સેય અભય પદ તાસ” જડવસ્તુને સાર માની તેમાં જ શ્રદ્ધા રાખી રમણ કરવું તે જ મોટે ભય છે. એવા જડભાવથી જે ડરીને દૂર રહે છે તે જ નિર્ભયતાનું મૂળ છે. જ્યાં સુધી જીવ જડવસ્તુમાં મૂંઝાઈ જઈ તેને ત્યાગ કરી શકતા નથી ત્યાં સુધી તે નિભીંતિકારક પ્રભુસેવાનો લાભ લઈ શકતો નથી, એમ સમજી ચિત્તની ચપ