________________
[ ૧૭૪ ]
શ્રી કરવિજયજી ળતા છોડીને સ્થિરતા ધારવી જોઈએ. ધર્મકરણ કરતાં-શુભ પ્રવૃત્તિ કરતાં જે અરુચિ ઉદ્દભવે છે તેને જ્ઞાની પુરુષે દ્વેષભાવ કહે છે. એવા છેષભાવથી કરાતી ધર્મકરણી આત્માને નિર્મળ કરવાને બદલે ઊલટી મલિન કરે છે, માટે અરુચિ ન પ્રગટે એમ પ્રસન્નતાથી રુચિપૂર્વક ધર્મકરણ કરવી જરૂરની છે. ધર્મકરણ કરવાના પરિશ્રમથી કંટાળી જઈ તેથી વિરમવું, થાકી જવું તેને જ્ઞાની પુરુષો ખેદોષ કહે છે. એ દોષથી જીવની ઉન્નતિમાં પ્રતિઘાત થાય છે. ચઢતે પરિણામે રુચિપૂર્વક ખેદરહિત ધર્મકરણ કરનાર જ આત્મોન્નતિ સાધી શકે છે. ક્રિયાચિપણે કરવામાં આવેલા પ્રયત્નથી થયેલે શુભ પરિણામ ખેદદષથી વધારે વખત ટકી શકતો નથી, તેથી તેમાં ભંગાણ પડે છે અને પુન: તેવા શુભ પરિણામ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હિતસાધનમાં ઉક્ત ત્રણે દે બાધકભૂત હોવાથી અવશ્ય તજવા ગ્ય છે. ઉક્ત ત્રણે દેશે તજવાને અભ્યાસ રાખવાથી અનુક્રમે અભય, અદ્વેષ અને અખેદ એ ત્રણ ગુણે સ્પષ્ટપણે પ્રગટે છે અને પ્રભુની પવિત્ર આજ્ઞાને આરાધવારૂપી સાચી સેવાને મજબૂત પાયે રચાય છે. જ્યારે જીવની ભવસ્થિતિ પાકે છે ત્યારે છેલ્લા પુદુગળપરાવર્તનમાં અપૂર્વ વીલ્લાસથી સમ્યકત્વ ગુણ પામ્યું છતે પૂર્વોક્ત દોષ દૂર થાય છે, અને અંતરદષ્ટિ નિર્મળ થવાથી બોધ પણ નિર્મળ થાય છે. તે વખતે સદ્ગુરુની ખંતથી સેવા કરાય છે, મનની મલિનતા દૂર થાય છે અને આધ્યાત્મિક શાસ્ત્રોનું અનુક્રમે શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવામાં પ્રીતિ વધતી જાય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી જ નથી એવા નિશ્ચળ સિદ્ધાંતને અવલંબી પૂર્ણ પ્રીતિથી પ્રભુની પવિત્ર આજ્ઞાનું જે પાલન કરે છે