________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૫] અને ભવ્ય જનોને પણ એ જ શુદ્ધ માર્ગ બોધે છે, એવી રીતે યથાશક્તિ સ્વપરહિત સાધવા સાવધાન રહે છે તે અનુક્રમે પ્રબળ પુરુષાર્થયેગે બાધકકર્મને સર્વથા અંત કરી પૂર્ણાનંદતા પામે છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૩, પૃ. ૨૯૩ ]
(૨) માનતાણા, વિવેચન–શ્રીજિનેશ્વર પ્રભુના વચનામૃતનું પાન કરી, ઉત્તમ પ્રકારની ભાવનાવડે વિવિધ વિષયમાં પરિભ્રમણ કરનારા મનને સમજાવી લઈ, જે સ્પર્શાદિક પાંચે ઈંદ્રિયને યથાર્થ નિગ્રહ કરી પોતાના સહજ નિરુપાધિક આત્મસ્વરૂપમાં જ સમાધિને ધારે છે તે જ મહાશય સ્વરૂપમાં મગ્ન થયેલ છે એમ જાણવું. તે મહાશય આ પ્રમાણે પોતાના મનને સમજાવી વિવિધ વિષયમાં પરિભ્રમણ કરતાં તેને વારે છે અને તેમ કરી તેને તથા ઇન્દ્રિયને નિગ્રહ કરે છે. - ભગવતી વખત મીઠા પણ પરિણામે કિપાકના ફળની પેઠે કટુક વિપાકને આપનારા ખરજને ખણવાની માફક શરૂઆતમાં મીઠા પરંતુ પ્રાંતે દુઃખદાયક એવા, અને મધ્યાહૂને મૃગતૃષ્ણાની પેઠે મિથ્યા ભ્રમને ઉત્પન્ન કરાવનારા વિષયભેગે ભેગવ્યા સતા ૮૪ લાખ ગહન જીવાયોનિમાં જન્મમરણજન્ય અનંત દુ:ખને જ અનુભવ કરાવે છે; માટે હે મન ! પાંચે ઇદ્રિના ભેગ કેવળ શત્રુભૂત જ છે એમ જાણી, વિચારીને પરિહરવા
ગ્ય છે. વળી જેમને પાંચે ઈદ્રિના વિવિધ વિષયેમાં