________________
[૧૭૬ ]
શ્રી કપૂરવિજયજી અત્યંત આસક્તિ છે તે બાપડા સંસાર સાગરમાં ડૂબી જાય છે. તેમાંથી તેઓ કેઈપણ પ્રકારે નીકળી શકતા જ નથી. “જેમ પાંખો છેદાઈ જવાથી પંખીઓ ભૂમિ પર પડી જાય છે તેમ સુશીલતાદિક સદગુણરૂપી પાંખ વિનાના જીવન પણ એવા જ બૂરા હાલ થાય છે.” “જેમ હાડકાંને ખાવા ઉદ્યમ કરતો કૂતરો પિતાના મુખની જ લાળ ચાટીને મનમાં સુખ માને છે તેમ મેહમૂઢ જી પણ વિષયભેગમાં થતા પરિશ્રમને જ સુખ માની લે છે.”
આ પ્રમાણે અનેક સુબોધક શિખામણેથી ભવ્ય આત્મા પિતાના મનને સમજાવી વિવિધ વિષયમાં રસિક બનેલી ઈદ્રિયોને પણ નિગ્રહ કરે છે અને એમ કરીને અનુક્રમે ઉત્તમ સુખને અધિકારી થાય છે. કહ્યું પણ છે કે
मणमरणेणेन्दियमरणं, इन्दियमरणेण मरंति कम्माई । कम्ममरणेण मुख्खो, तम्हा मणमारणं पवरं ॥
મતલબ એ છે કે “મનને મારવાથી–વશ કરવાથી, ઇંદ્રિયે સહેજે વશ થઈ જાય છે, મનને જય કરવાની સાથે જ ઈદ્વિ
ને પણ જય થઈ જાય છે, ઈદ્રિયોને પરાજય થવાથી કર્મને ક્ષય સુલભ થાય છે અને કર્મોના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, માટે મનને મારવું–વશ કરવું તે જ શ્રેષ્ઠ છે.” મનને વશ કરવાથી જ મોક્ષસુખ મળી શકે છે, તે વિના તે કેટિ ઉપાયે કરવા છતાં મોક્ષ મળી શકે તેમ નથી. આ પ્રમાણે યત્નથી મનને તથા ઇદ્રિને જય કરીને જેણે મહાવીરત્વ દર્શાવ્યું છે એ કોઈ ભવ્ય આત્મા પરમાત્માસ્વરૂપમાં નિમગ્ન થાય છે અને તેમ કરતાં અનુક્રમે પોતે જ ચિદુરૂપ–પરમાત્મસ્વરૂપને પામે છે. શાસ્ત્રકાર કહે છે કે-તે આત્મા જ