________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૭૭] શરે છે, તે આત્મા જ જ્ઞાની છે; અને અમે તેવા આત્માની જ પ્રશંસા કરીએ છીએ કે જેના ચારિત્રધનને ઈદ્રિયરૂપી ચેરટા ચોરવાને સમર્થ થઈ શક્યા નથી અર્થાત્ જે મહાશય સ્વચારિત્રનું સારી રીતે રક્ષણ કરી શકે છે તે જ ખરો શૂરે, જ્ઞાની અને પ્રશંસાપાત્ર છે. સમ્યગદર્શન (શ્રદ્ધા), જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ આરાધન કરનાર મુમુક્ષુ અવશ્ય મેક્ષસુખને અધિકારી થાય જ છે. જ્યાં સુધી મન અને ઇંદ્રિદ્વારા આત્મા અનિયંત્રિતપણે વિવિધ વિષમાં જ ભ્રમણ કરે છે ત્યાં સુધી તે પુદ્ગલાનંદી જ કહેવાય છે. વિવિધ વિષમાં યથેષ્ઠ આસક્તિ કરવાથી, આત્મા રાગદ્વેષાદિક અનિવાર્ય દોષોથી મલિન જ થતો જાય છે અને એ પ્રમાણે સતત વિષયસેવનવડે અત્યંત મલિન થઈ જવાથી તે બાપડા દુર્ગતિને જ અધિકારી થાય છે, માટે જ શાસ્ત્રકારે મોક્ષસુખના અભિલાષી ભવ્ય જીવને પ્રથમ મનને અને ઇન્દ્રિયને જ નિગ્રહ કરવા ભલામણ કરીને સ્વસ્વરૂપમાં સ્થિરતા રાખવાને આગ્રહ કર્યો છે. જે ભવ્ય આત્મા શાસ્ત્રકારના વચનાનુસાર મનને તથા ઇન્દ્રિયનો નિગ્રહ કરે છે તે જ મહાશય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાને અધિકારી બની તેમાં નિમગ્ન થઈ શકે છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં નિમગ્ન થઈ રહેવું તેને જ જ્ઞાની પુરુષો ખરી નિરુપાધિક મગ્નતા કહે છે. એવી સ્વરૂપમગ્નતા મન અને ઇંદ્રિયોને યથાર્થ નિગ્રહ કર્યા વિના થતી નથી; અને મન તથા ઇદ્રિને જોઈએ તે નિગ્રહ સમ્યગ જ્ઞાન તથા દર્શનના પ્રકાશ વિના થતું નથી. સમ્યમ્ જ્ઞાન તથા દર્શનની સહાયથી જ્યારે અંતરાત્મા વિભાવદશાનો ત્યાગ કરી સ્વભાવરમણને ૧૨