________________
[ ૧૭૮ ]
શ્રી કરવિજયજી આદર કરે છે, પ્રમાદાચરણ તજીને અપ્રમત્તપણે આદરે છે, અસંયમ તજીને સંયમને સ્વીકાર કરે છે, ક્રોધાદિ કષાયને તજી નિષ્કષાયતાને આદરે છે, ક્ષમા, મૃદુતા, સરળતા, સંતોષાદિક સદ્દગુણેનું સતત સેવન કરે છે, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતાને સ્વીકાર કરે છે અને હિંસાદિક સર્વ પાપસ્થાનકોનો સર્વથા ત્યાગ કરવા ઉજમાળ થાય છે ત્યારે જ મન અને ઇઢિયે કાબૂમાં આવી શકે છે. પૂર્વોક્ત સર્વ શુભ કરણું તથાવિધ પવિત્ર લક્ષથી કરવામાં આવે તે જ તેને યથાર્થ નિરાધ થઈ શકે છે, અને એવું પવિત્ર લક્ષ કરવા માટે નિર્મળ બંધની અત્યંત આવશ્યકતા રહે છે. સર્વજ્ઞ ભગવાનના કથેલા શાસ્ત્રોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાથી તે નિર્મળ બેધ સંભવે છે. એવા નિર્મળ બેધથી આત્મામાં અનુભવ જાગે છે અને તેથી મન સહજ કાબૂમાં આવી જાય છે. મનનો જય થયા બાદ ઇંદ્રિયને જય કરવો સુલભ થઈ પડે છે. આવી રીતે મન તથા ઇંદ્રિયને જય કરી અંતરાત્મા સદ્વિવેકવડે તેને યથેષ્ઠ શુદ્ધ માર્ગમાં પ્રવર્તાવી શકે છે. સ્વસ્વરૂપચિંતન અથવા પરમાત્મસ્વરૂપચિંતનમાં અનુભવજ્ઞાનવડે મન મગ્ન થઈ શકે છે, અને ઇંદ્રિય પણ પરપ્રવૃત્તિથી વિરમી આત્મસાધનમાં યથાયોગ્ય સહાયભૂત થઈ શકે છે. ઉક્ત અભ્યાસની જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્મા વિશેષ પ્રકારે શાંતિ અને સ્થિરતાને અનુભવતો જાય છે, અનુક્રમે શુદ્ધ સ્વરૂપમાં જ નિમગ્ન થઈ રહે છે. એવી આત્મલગની જેને લાગી છે, જેનું મન અનુભવરસમાં મગ્ન થયું છે, જેને પરમાત્મપદમાં જ પ્રીતિ જાગી છે અને તેમાં જ ભ્રમરની