________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૯ ] અને વિયેગ થતાં ખેદ થયા વિના રહેતું જ નથી. ફક્ત જેણે સ્વસ્વરૂપને સારી રીતે ઓળખી લીધું છે, જેને આત્માના શુદ્ધ સ્વરૂપની બરાબર પ્રતીતિ થઈ છે અને જેણે મેહને ત્યાગ કરી, પરભાવને તજી સ્વરૂપમાં સ્થિરતા કરી છે, સહજ સ્વભાવમાં જ રમણ કરવાનું સ્વીકાર્યું છે તેવા મહાશયને અતીંદ્રિય સુખની પ્રાપ્તિ થયેલી હોવાથી ઈંદ્ર કરતાં પણ અધિક સુખ સંભવે છે. કહ્યું પણ છે કે–
“ જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ;
મુનિ સુરપતિ સમતા શચી, રગે રમે અગાધ. આમાં મુનિરાજની નિરુપાયિક સાહેબી વર્ણવી છે. જેને જ્ઞાનરૂપી વિમાન છે, ચારિત્રરૂપી વા છે, સહજ સમાધિરૂપ નંદનવન છે, અને સમતારૂપી શચી-ઇંદ્રાણું છે એવા મુનિરાજ ઇંદ્રથી કઈ રીતે ન્યૂન નથી જ. તેઓ સદા સ્વાભાવિક સુખમાં જ મગ્ન રહે છે. જેઓ એવા સ્વાભાવિક સુખનાં સાધનને ત્યાગ કરી આપમતિથી ક્ષણિક સુખની ચાહના કરે છે, તેને માટે જ પ્રયત્ન કરે છે તે હતભાગી જને કેવળ કચ્છના જ ભાગી થયા છે, કેમકે પ્રથમ તે તેને પેદા કરવામાં જ દુઃખ, પછી તેનું રક્ષણ કરવામાં દુઃખ અને તેમ કરતાં કવચિત્ તેને લેપ થયે તે મહાદુઃખ પેદા થાય છે. એમ સમજીને જ શાણા માણસો પર-ઉપાધિથી દૂર રહેવાનું અને નિપાધિક સુખ સંપાદન કરવાનો પ્રયત્ન કરે છે. કહ્યું છે કે
અહંકાર પરમેં ધરત, ન લહે નિજ ગુણ ગંધ; અહં જ્ઞાન નિજ ગુણ લગે, છૂટે પરહી સંબંધ,