________________
[ ૧૬૮]
શ્રી કર્ખરવિજયજી ગ્રીને સંભાળપૂર્વક સદુપયોગ જ કર્યા કરે છે. તે માટે શ્રી વીતરાગમુદ્રાદિકનું આલંબન લે છે અને અનુક્રમે ઉત્તમ લક્ષથી વિવેકાત્મા વીતરાગદશાને પ્રગટ કરે છે. ઉત્તમ પ્રકારની વૈરાગ્યવૃત્તિ વિના વીતરાગતા સંભવતી જ નથી. તેથી જ
સ્વાભાવિક સુખના કામી એવા ચક્રવત પ્રમુખ પણ પ્રાપ્ત થયેલા પિદ્ગલિક સુખને તજી એવા ઉત્તમ વૈરાગ્યને જ સ્વીકારે છે. પરંતુ જેઓ કૃત્રિમ સુખને જ સાર માને છે તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલાં સુખનાં સાધનમાં અસંતુષ્ટ રહીને અધિક ઉપાધિનાં કારણેને જ શોધી આદરતા જાય છે. તેમ કરનાર ની સ્થિતિ બતાવીને તેનો ત્યાગ કરવા શાસ્ત્રકાર ઉપદિશે છે. ૬.
દેશ, નગર, હાથી, ઘોડા વિગેરે રાજઋદ્ધિમાં મમત્વ ધારણ કરીને ઉન્મત્ત થયેલા પૃથ્વી પતિ રાજાઓ એકબીજાની ઋદ્ધિ દેખીને પોતાનામાં ન્યૂનતા માની મનમાં ખેદ ધારે છે, અને કવચિત્ સામાની વસ્તુ પચાવી પાડવા બનતો પ્રયત્ન પણ કરે છે, જેને છોડીને અંતે તે ચાલ્યા જવું જ પડે છે, એવા ક્ષણિક પદાર્થોમાં મૂંઝાઈ જઈ કવચિત્ ભારે કષ્ટ સહન કરે છે, તેવી પરવસ્તુઓને કબજો મેળવવા ભારે મથન કરે છે, ઘેર સંગ્રામ કરે છે, અટવીઓ ઓળંગે છે, સમુદ્રો તરે છે અને પાલન કરવા યોગ્ય પ્રજાને પણ દંડે છે, સતાવે છે તેમજ પીડે છે, ગમે તેવા અનાચાર સેવીને પણ પરવસ્તુનું ગ્રહણ કરે છે અને તેમ કરીને મનમાં આનંદ માને છે, પરંતુ તે મૂઢમતિ જાણતા નથી કે ગમે તેટલા કષ્ટથી પ્રાપ્ત કરેલી તે ક્ષણિક વસ્તુઓ ચિરકાળ ટકવાની નથી. પરજીવોને ત્રાસ આપીને પરાણે પ્રાપ્ત કરેલી વસ્તુને પણ નાશ અવશ્ય થવાને જ છે, પરંતુ મૂઢમતિને તેને સંગ થતાં હર્ષ