________________
રહ્યો છે. મેહજ
અને શુદ્ધ કરવ દુઃખથી સર્વથા
લેખ સંગ્રહ : ૬ :
[૧૯૭] અરતિ પિશાચી પરવશ રહેતેખિન હુન સમ આઉમે; આપ બાય સક્ત નહિં મૂરખ, ઘોર વિષય સુખ ઘાઉમે. જીવ ૩ પૂર્વ પુણ્યધન સબહિ ગ્રસત હે, રહત ન મૂલ બટાઉમે તમેં તુજ કેસે બની આવે, નય વ્યવહાર કે દાઉમેં. જી૪ જસ કહે અબ મેરે મન લીને, શ્રી જિનવરકે પાઉમેં; વાહિ કલ્યાનસિદ્ધિને કારન, યે વેધકરસ ધઉમે પ
પરમાર્થ એ છે કે જીવ પરભાવમાં–ઉપાધિમાં જ લાગી રહ્યો છે. મેહજંજાળમાં ફસાયાથી જીવ પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજી શકતા નથી અને શુદ્ધ સ્વરૂપને સમજયા વિના પરભાવને તજી પણ શકતો નથી. જો કે જીવ દુઃખથી સર્વથા મૂકાવાને તે ઈચ્છે છે, પણ પરવસ્તુમાં મમતા લાગેલી હવાથી શુદ્ધ કરણ કરી શકતા નથી, તેથી જેમ આંધળે માણસ દરિયાને પેલે પાર જવા ઈચ્છા રાખીને છિદ્રવાળી નાવડીમાં બેસીને ઊલટો દરિયામાં જ ડૂબે છે તેમ આ મુગ્ધ જીવ પણ પોતાની જ ભૂલથી કેવળ દુઃખને જ ભાગી થાય છે. આ
જીવ અહોનિશ અનિષ્ટસંગે ઉદ્વિગ્ન રહેતો અને ઈષ્ટ સંગની ઈચ્છા કરતો રાગાદિક વિકારથી ક્ષણમાત્ર પોતાને બચાવ કરવાને સમર્થ થતું નથી, રાગદ્વેષને વશ રહેતે મૂઢ જીવ પોતાનું સર્વ આયુષ એળે ગુમાવે છે, પૂર્વ પુન્યના ઉદયથી પ્રાપ્ત થયેલી સર્વ શુભ સામગ્રીને પોતાની જ મૂર્ખાઈથી ખેાઈ નાંખે છે, જેથી ભવાંતરમાં એવી શુભ સામગ્રીથી પણ બેનસીબ રહે છે. આવી રીતે મૂર્ખ જીવે તે પ્રમાદવશાત્ પ્રાસસામગ્રીને નિષ્ફળ કરે છે, પરંતુ જ્ઞાની પુરુષો તો વિવેકપૂર્વક પરભાવથી વિરમી સ્વાભાવિક સુખની પ્રાપ્તિ માટે પ્રાપ્તસામ