________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
હોય તે તેને ટાળવા, ઓછી કરવા અને બની શકે તે તેને સર્વથા તજવા દિનરાત મથન કરે છે. એ પ્રમાણે ઉપાધિ જેને અપ્રિય છે, રુચતી નથી અને સ્વાભાવિક નિરુપાધિક સુખ જેને પ્રિય લાગે છે, રુચે છે તેવા સત્પરુષોને જ સ્વાભાવિક સુખ પ્રાપ્ત થઈ શકે છે, તેવા વિવેકી જનેને જ સહજ આત્મિક સુખની લહેજત મળે છે. તેથી વિપરીત વર્તનારનું તે પ્રાપ્ત સુખ પણ નષ્ટ થઈ જાય છે. ઉપાધિયુક્ત સુખને સુખરૂપ માનનારા જને ઉપાધિને વધારતા જાય છે અને પરિણામે એટલી બધી ઉપાધિ વધી જાય છે કે તેને સહજ સુખને ગંધ પણ મળતું નથી. એ પ્રમાણે ઉપાધિગ્રસ્ત જનો સ્વાભાવિક સુખથી બેનસીબ જ રહે છે, કેમકે અહિં તે (ઉપાધિથી) અઘરે હોય તે જ પૂર્ણતાને-પૂર્ણાનંદને અધિકારી કહો છે અને (ઉપાધિથી) પૂરતું હોય તે પૂર્ણતાને અધિકારી નથી તેમજ કેવળ ન્યૂનતાનો જ ભાગી છે એમ સ્પષ્ટ બતાવ્યું છે. લૈકિકમાં તે આથી વિપરીત જ માલુમ પડે છે. તેથી જ લોકિક સુખથી લકત્તર સુખ વિલક્ષણ પ્રતીત થાય છે. શ્રીમદ્ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે એક પદમાં આ પ્રમાણે ગાયું છે કે
( રાગ સારંગ) છઉ લાગ રહ્યો પરભાવમેં, એ ટેક, સહજ સ્વભાવ લખે નહિં અપનો પરિયો મેહ જંજાલ;
છક લાગ રહ્યો પરભાવમેં૧ વંછે મેક્ષ કરે નહિં કરની, ડેલત મમતા વાઉમે; ચહે અંધ જલનિધિ તર, બેઠે કાણી નાવમેં. જી