________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૫ ] સુખનું મૂળ કારણ શોધી કાઢી તેને જ વિશેષ પ્રકારે સેવવામાં આવે તે સુખનો વિગ જ થવા ન પામે. આવી તત્વદષ્ટિની ખામીથી લબ્ધ સુખદુ:ખમાં જ રાગદ્વેષને ભજી મૂઢ છે પરિણામે ભારે વિટંબન પામે છે તેથી જ જ્ઞાની પુરુષો તેને શ્વાનવૃત્તિ કહે છે.
જ્યારે શ્વાનને કંઈક પથ્થર વિગેરે મારવામાં આવે છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ મારનાર માણસની દરકાર નહિ કરતાં તે પથ્થર આદિ વસ્તુને જ કરડવા દોડે છે તેવી દુઃખદાયકદયાજનક સ્થિતિ અજ્ઞાની-અવિવેકી માણસની હોય છે, પરંતુ સિંહને કેઈએ બાણ કે બંદુક મારવા પ્રયત્ન કર્યો હોય છે ત્યારે તે બાણ કે બંદુકને નહિ જોતાં મારનાર માણસ પ્રત્યે જ લક્ષ્ય સાધીને તેને ઠાર કરવામાં પોતાના શાયની સાર્થકતા માને છે. એવી રીતે જ્ઞાની-વિવેકી માણસ પણ પ્રાપ્ત સુખદુઃખમાં નહિ મૂંઝાતા તેના મૂળ કારણ સામે નિશાન રાખીને સમતાથી સ્વહિત સાધી લેવા સાવધાન રહે છે. તેને જ જ્ઞાની પુરુષો તત્ત્વથી સિંહવૃત્તિ કહે છે. આવી પ્રશસ્ત સિંહવૃત્તિને અખંડપણે સેવનાર પુરુષને અંતે અખંડ સ્વાભાવિક સુખ સંપ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય જેવું શું છે ? ૫.
આવા સ્વાભાવિક સુખના અધિકારી કોણ છે? અને કોણ નથી? તે બાબત શાસ્ત્રકાર પોતે જ વધારે સ્પષ્ટ કરવાપૂર્વક કહે છે કે –
જેને સમ્યગ્રજ્ઞાનવડે સ્વપરનું યથાર્થ જાણપણું થયું છે, મારું શું અને પરાયું શું? એ જેને યથાર્થ ઓળખાયું છે, તેમજ શુદ્ધ શ્રદ્ધાવડે તેને નિશ્ચય થયો છે તેવા વિવેકવંત જને પરવસ્તુના સંગને ઉપાધિરૂપ સમજીને તેનાથી દૂર રહેવાનો અંતરથી યત્ન કરે છે, તેવી ઉપાધિ પ્રથમથી વળગી