________________
[૧૬૪]
શ્રી કર્ખરવિજયજી પ્રાપ્ત થયા બાદ જ અનુક્રમે પૂર્ણાનંદીપણું પ્રાપ્ત થાય છે, એમ સમજીને શાણા માણસો પુદગલાનંદીપણું તજી, આત્માનંદીપણું આદરી અનુક્રમે પૂર્ણાનંદીપણું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, અને તેટલા માટે જ કલ્પિત સુખની કામના તજી સ્વાભાવિક સુખની જ ચાહના કરે છે, કલ્પિત સુખનાં કારણે તજી સાચાં સ્વાભાવિક સુખનાં સાધન શોધી કાઢી તેનું જ સેવન કરે છે. તાત્પર્ય કે વિવેકી જનને સ્વાભાવિક સુખ જ રુચે છે તેથી તેઓ તેને જ આદર કરે છે, અને અવિવેકી જનોને કલ્પિત સુખ જ પ્રિય લાગે છે તેથી તેઓ તેનાં સાધન શોધે છે. જ્ઞાની અને અજ્ઞાની છમાં આ જ મોટે તફાવત છે. જ્ઞાની પુરુષ હમેશાં સિંહવૃત્તિને આદરે છે ત્યારે અજ્ઞાની કેવળ શ્વાનવૃત્તિને જ સેવે છે. સિંહવૃત્તિ એ કહેવાય છે કે ગમે તેવા કષ્ટમાં પણ હિંમત રાખીને તેનું મૂળ કારણ શોધી કાઢી તેને સમૂળગું દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે, અને ગમે તેવા સુખમાં પણ છકી નહિ જતાં તે સુખનાં મૂળ કારણને વળગી રહી તેનું વિશેષ સેવન કરવામાં આવે. આવી ઉત્તમ સિંહવૃત્તિને ધારનાર પુરુષ અંતે અવશ્ય સ્વાભાવિક સુખને સાધી શકે છે. શ્વાનવૃત્તિને સેવનાર અજ્ઞાન–પામર જીવ તે કદાપિ પામી શકતો જ નથી. શ્વાનવૃત્તિ તેનું નામ છે કે જેમાં કંઈક સુખદુઃખ પ્રાપ્ત થયે છતે તેનાં મૂળ કારણ વિગેરેની તપાસ નહિં કરતાં પ્રબળ મેહદશાથી તેમાં રતિ કે અરતિને ધારણ કરી, એકની ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષબુદ્ધિ રાખી પિતાના આત્માને જ કલેશને ભાગી કરવામાં આવે. જે દુઃખસમયે દુઃખનું મૂળ કારણ વિચારી તેને દૂર કરવાને ઉપાય સેવવામાં આવે તે દુઃખ સમૂળગું દૂર થઈ શકે. તેમ જ સુખના સમયમાં