________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૩ ] દઈ ઉદાસીનભાવે રહેવું તેને જ જ્ઞાની પુરુષો સ્વાભાવિક પૂર્ણતા કહે છે. પરવસ્તુની સાથે લાગી રહેલી પ્રીતિ તોડીને સહજસ્વભાવમાં અથવા તેનાં શુદ્ધ સાધનમાં પ્રતિ જોડ્યા વિના ખરી નિરુપાધિક પૂર્ણતા પ્રાપ્ત થઈ શકતી નથી. એમ સમજીને જેટલે જેટલે અંશે ઉપાધિ ઓછી કરીને નિરુપાધિક દશા સાધવાને સન્મુખ થાય છે તેટલે તેટલે અંશે વિવેકી આત્મા સહજ આત્મિક સુખને અનુભવતો જાય છે, અને અનુક્રમે સકળ ઉપાધિથી અલગ થઈ અંતે એકાન્તિક અને આત્યંતિક અક્ષય, અનંત, અવ્યાબાધ એવું નિરુપાયિક શિવસુખ સાધી શકે છે. એવી બુદ્ધિથી આત્માથી જીવોએ તેનાં શુદ્ધ કારણોને ગવેષી અતિ આદરપૂર્વક તેને સેવવા ખપ કરવો જોઈએ. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર કહ્યું પણ છે કે – એમ સમજીને રે જ્ઞાનદશા ભજી, રહિયે આપ સ્વરૂપ; પરપરણતીથી રે ધર્મ ન ઈંડિયે, નવિ પડિયે ભવકૂપ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે જે જે અંશે રે નિસ્પધિપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે પુદગલાનંદી જીવને અથવા ભવાભિનંદી જીવને જે જે વસ્તુઓ ચે છે તે તે આત્માનંદીને રુચતી નથી; તેમજ આત્માનંદીને જે જે વાત રુચે છે તે તે પુદગલાનંદી–ભવાભિનંદીને રુચતી નથી. તેથી એ વાત સ્વાભાવિક સિદ્ધ થાય છે કે પુદગલાનંદીપણું અને ભવાભિનંદીપણું હસ્યા પછી જ-નિવર્યા પછી જ આત્માનંદીપણું પ્રાપ્ત થાય છે અને આત્માનંદીપણું