________________
[ ૧૬૨ ]
શ્રી કર્ખરવિજયજી આત્મશ્રદ્ધા અને આત્મરમણું પ્રગટે નહિં, તેમને પ્રગટ કરવા, અનુકૂળ પ્રયત્ન સેવાય નહિં, તેમ કરવા પ્રાપ્તસામગ્રીને સદુપગ કરાય નહિં ત્યાં સુધી મેહ અને અજ્ઞાન અંધકારના વેગે અનાદિ કાળની લાગી રહેલી પરવસ્તુ સાથેની પ્રીતિ, આશા અને તૃષ્ણાના બંધન તૂટી શકે જ નહિં. તેમ જ કાયમને માટે દુઃખને અંત આવે જ નહિં. હજુ પણ સ્વાભાવિક પૂર્ણતાના શુદ્ધ લક્ષણને ફરીને સુસ્પષ્ટ કરી બતાવે છે. ૪.
દીન, કૃપણ, લેભાં લોકે જે જે ક્ષણિક-નાશવંત વસ્તુએની પૃહા કરે છે, જેને માટે તેઓ વલખાં મારે છે, પ્રાણાન્ત કષ્ટ સહન કરે છે, અટવીઓનું ઉલ્લંઘન કરે છે, સમુદ્રોનું મથન કરે છે અને રણસંગ્રામમાં પણ ઝુકાવે છે, તેમ જ અનેક અનાચારનું પણ સેવન કરી અંતે કાળને શરણ થાય છે તેવી પરવસ્તુઓને જ્ઞાની-વિવેકી પુરુષ સહેજે અસાર અને અહિતકારી જાણીને તજી દે છે. તેવી ક્ષણિક અસાર વસ્તુઓને આદર કરે ગ્ય નથી એમ સમજીને વિવેકદ્રષ્ટિથી જ્ઞાનીપુરુષ તેને ત્યાગ કરે છે. તેમને ગમે તેવી લાલચ બતાવવામાં આવે તે પણ તેઓ તેમાં લેશમાત્ર લેભાતા નથી, ઊલટ તેને અનાદર કરે છે, તેમાં લેશમાત્ર સારપણું માનતા નથી. આવી દશા તે જ્ઞાની–સ્વ૯૫માત્ર વિવેકીની હોય છે; જ્યારે અજ્ઞાનીઅવિવેકી જીવ તો ધન, કણ, કંચનાદિક પરવસ્તુને જ પોતાની માને છે, તેમાં જ સારપણું માને છે, તેની લાલચે જ અનેકની પરાધીનતા સ્વીકારે છે, અને તેને નાશ થતાં પોતાને જ નાશ થયે માને છે. આવી જ દશા અજ્ઞાની–અવિવેકીની હોય છે. આવી જડ વસ્તુઓથી નિરાળા રહેવું, તેને લોભ ન કર, તેમાં આસક્તિ ન કરવી, યાવત્ તેથી વિરક્ત રહી તેને સંગ તજી