________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૬૧ ]
મહાદિક દોષો સર્વથા નિર્મૂળ થયા નથી તેમને તે તૃષ્ણાદેવી કિંચિત્ માત્ર નિમિત્ત પામીને પણ સંતાપે છે, તેમ જ તેમની પાસે નહિ કરવા ચેાગ્ય એવી દીનતા કરાવે છે. હરિ, હર, બ્રહ્મા, પુરંદર તથા સૂર્ય, ચંદ્ર અને અનેક તપસ્વી ઋષિએની તૃષ્ણાદેવીએ કરેલી વિટંબના શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. મેાટી મેટી પઢવીએને ધારણ કરતાં છતાં તે મહાદેવીની આજ્ઞાને વશ થઈ એક અબળાની પાસે અતિ દીનતાપૂર્વક વિષયની ભિક્ષા માગવાને તેઓ તત્પર થયા, અનુચિત કાર્ય કરતાં ન ડર્યા અને એક નટની જેમ નવે નવે રૂપે નાચ્યા. આ સર્વ ચેષ્ટા રાગ, દ્વેષ અને માહાર્દિકની પ્રબળતાના કારણે જ થયેલ છે. જેમ જેમ ઉક્ત દેષ! ઉપશમે છે તેમ તેમ તેની કુચેષ્ટાઓ પણ વિરમે છે, અને જેમ જેમ તેવી ચેષ્ટા દૂર થાય છે તેમ તેમ પરની આશા, દીનતા પણું ટળતી જાય એ સ્વાભાવિક જ છે. અનુક્રમે જ્યારે પરવસ્તુની તૃષ્ણા સર્વથા તૂટી જાય છે ત્યારે કોઇની કઇપણુ દીનતા કરવાની ગરજ રહેતી નથી, તેથી શાસ્ત્રકારે યુક્ત જ કહ્યું છે કે-‘ યારે તૃષ્ણાને સમૂળગી ઉખેડી નાંખે એવી સમર્થ જ્ઞાનષ્ટિ જાગે છે અને આત્મા પેાતાની મેળે જ પેાતાનુ હિત સમજીને તૃષ્ણાને તિલાંજલિ આપે છે, ત્યારે તેને કોઇની દીનતા કરવાની કશી જરૂર રહેતી જ નથી.' જ્યારે દીનતા જ કરવાની જરૂર નથી ત્યારે દુ:ખ તેા હાય જ શાનું ? દીનતા જ દુ:ખનું મૂળ છે અને તૃષ્ણા જ તાપનું કારણ છે, એમ સમજીને સતાષવૃત્તિ ધારવા અને પરઆશા તજવા પ્રયત્ન કરવા શાણા માણસાને ઉચિત છે. જ્યાં સુધી તત્ત્વજ્ઞાન, તત્ત્વāદ્ધા અને તત્ત્વરમણુ અથવા બીજા શબ્દમાં કહીએ તેા આત્મજ્ઞાન,
૧૧