________________
[ ૧૬૦ ].
શ્રી કપૂરવિજયજી પણ પરમ શાંતિજનક હવાથી શાંતિરસિક જનો સ્વાભાવિક રીતે તેને જ આશ્રય લેવા ઉત્કંઠિત રહે છે. સ્વાભાવિક પૂર્ણતાવંત મહાપુરુષનું અસાધારણ લક્ષણ શાસ્ત્રકાર બતાવે છે. ૩. - રાગ, દ્વેષ અને મોહાદિકને સર્વથા ક્ષય થયાથી જ શુદ્ધ ક્ષાયિક નિરતિચાર યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. પરવસ્તુમાં સંપૂર્ણ ઉદાસીન ભાવ અને આત્મસ્વભાવમાં સંપૂર્ણ લીનતા જે વડે પ્રાપ્ત થાય તેને જ સર્વજ્ઞ ભગવાન યથાખ્યાત ચારિત્ર કહે છે. એવું શુદ્ધ ચારિત્ર પામ્યા બાદ કેઈ પણ પરવસ્તુમાં એક પંચ માત્ર આસક્તિ સંભવે જ નહિં. આવી શુદ્ધ સ્થિતિ સિદ્ધ થયા બાદ તત્કાળ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટે છે, જેથી જગતના સર્વકાળવતી સર્વ ભાવોને સંપૂર્ણ રીતે જાણી દેખી શકાય છે. આવા સર્વજ્ઞસર્વદશીને સ્વાભાવિક આત્મશક્તિ અનંતી પ્રગટે છે, જે વડે તે ધારે તેવું મહત્વનું કાર્ય સુખે સાધી શકે છે. આવા સહજ સ્વાભાવિક સામર્થ્યવાળા સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ધારક મહાશય જ પૂર્ણાનંદી હોઈ શકે છે. એવા સર્વજ્ઞ અને સર્વદશી પુરુષને રાગ, દ્વેષ અને મહાદિકના અભાવે વિષયતૃષ્ણ પરાભવ કરી શકે જ કેમ? વિષયતૃષ્ણા તે રાગી, દ્વેષી કે મહાતુર જેને જ સંતાપી શકે છે. જેમ જાંગુલી મંત્રની પાસે ગમે તેવા વિષધરનું જોર ચાલતું નથી તેમ શુદ્ધ જ્ઞાન, દર્શનવંત નિર્મોહીની પાસે તૃષ્ણાનું કંઈપણ ફાવતું નથી. જો કે વિષયતૃષ્ણ ભલભલા પંડિતેને, વૃદ્ધોનો તથા ભેગીઓને પણ પરાભવ કરે છે, પરંતુ વીતરાગ દશામાં તેનું બીજ જ બળી જવાથી તે તદ્દન અદશ્ય થઈ જાય છે. જેમના રાગ, દ્વેષ અને