________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૫૯] સિદ્ધ ભગવાનની હોય છે. એ દશામાં શુદ્ધ શાંતિની અવધિ આવી જાય છે. એનું નામ જ સ્વાભાવિક પૂર્ણતા છે એમ જાણવું. અહીં શાંત મહાસાગરની ઉપમા દેવાનું પ્રજન એવું છે કે બીજા પ્રસિદ્ધ આટલાંટિક મહાસાગર વિગેરેમાં જીવોને જે જે ઉપદ્રવ થાય છે, તેમાં જે જે તેફાન સંભવે છે તે તે સર્વ વિશ્નોનો આ શાન્ત મહાસાગરમાં સદ્ભાવ જોવામાં આવતા જ નથી. તેમાં તે સર્વ ઉપદ્રને અભાવ જ પ્રતીત થાય છે. જે કે મહાસાગર તો બંને કહેવાય છે તે પણ તેમાં આટલો મોટો તફાવત છે; તેમ સત્તામાત્રથી સર્વ જીવ સમાન છતાં પુરુષાર્થ યેગે પ્રાપ્ત થતી સ્વાભાવિક અને વિભાવિક પૂર્ણતામાં પણ એટલે બધે તફાવત પડે છે. સ્વાભાવિક પૂર્ણતાવંત પૂર્ણાનંદી તદ્દન અકૃત્રિમ શાંતિને જ સાક્ષાત્ અનુભવ કરે છે અને વિભાવિક પૂર્ણતાવંત કેવળ કૃત્રિમ સુખની કલ્પના કરી લઈ પરવસ્તુઓના સંગે અનેક પ્રકારના સંક૯૫વિકલવડે વિવિધ ઉપાધિને જ ઊભી કરે છે, અને વસ્તુતઃ દુઃખસાગરમાં જ ડૂબે છે. પરવસ્તુના સંગવિયાગમાં સમભાવને ધારણ કરનાર મહાશયને તેવું દુઃખ સંભવતું જ નથી. તે તો કૃત્રિમ સુખની કલ્પનાઓથી જેમ બને તેમ મુક્ત થવાને જ મળે છે, અને સહજ સ્વાભાવિક આત્મસુખ સંપાદન કરવાને જ અહોનિશ ચત્ન કર્યા કરે છે. શુદ્ધ સ્વાભાવિક સુખ સંપાદન કરવાના જે જે અતિ ઉત્તમ ઉપાય સર્વજ્ઞ ભગવાને કહ્યા છે તે તે સર્વમાં બનતો પરિશ્રમ કરીને અંતે અનન્ય લક્ષથી સહજ અતીંદ્રિય સુખને તે સાધી શકે છે, અને પ્રાપ્ત થયેલા સ્વાભાવિક સુખને પછી કાયમને માટે સાક્ષાત્ અનુભવ કરે છે. આવા અનુપમ સ્વાભાવિક સુખમાં જ અહાનિશ મગ્ન થયેલા મહાપુરુષની મુદ્રા