SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૮ ] શ્રી કરવિજયજી પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેવા નિરુપમ સુખની કંઈક ઝાંખી આવી શકે તે માટે શાસ્ત્રકાર દષ્ટાંતદ્વારા તે હકીકત સમજાવે છે. ૨. અનેક પ્રકારની પરવસ્તુઓના સંગે સંકલ્પવિકલ્પને વશ થઈ મેહાતુર જીવ તેમાં મગ્ન થઈ પિતાને પૂર્ણતા મળી એમ માની લે છે, પણ તે દરિયામાં પવનના ચેગે વધતા જતા મેજથી થતી ભરતીની જેમ ક્ષણભંગુર છે. જેમ પવનના યોગે દરિયાના જ પાણુ ઊંચા ચઢીને ભરતીનું રૂપ લે છે અને તે જ પાણું પાછાં પવન પડતાં જ જેમના તેમ સમાઈ જાય છે તેમ પૂર્વસંચિત વેગે પ્રાપ્ત થયેલ વસ્તુસંગે માની લીધેલી પૂર્ણતા પણ તેવી જ છે. પૂર્વ સંચિતને ક્ષય થતાં જ પ્રાપ્ત થયેલ વસ્તુઓને વિયાગ થાય છે અને તેથી કલ્પિત સુખને બદલે ઊલટો સંતાપ પ્રગટે છે. જે પૂર્વે વસ્તુસંગે તેમાં તેવી બેટી મમતા ધારી ન હતી તે પાછળથી તેટલે પરિતાપ પણ સહે પડત નહિ. ડાહ્યા દીર્ઘદશી સમયજ્ઞ તે સ્વપરનું યથાર્થ સ્વરૂપ સમજતા હોવાથી વસ્તુને સંગ વિગ થતાં તેમાં નહિ મૂંઝાતા વિવેકથી સમભાવને રાખી શકે છે. તેવા જ્ઞાની વિવેકી પુરુષોને ગમે તેવી વસ્તુને સંગ અથવા વિગ થતાં ખેટા સંક૯પવિક૯૫ના અભાવે સમતાભાવથી કેવળ આત્મલાભ જ થાય છે ગેરલાભ તે કદાપિ થતો જ નથી. એવી સુખદાયી સમતાના સંસેવનથી અનુક્રમે આત્માના સહજ સ્વાભાવિક સુખને જે નિરવધિ લાભ થાય છે તેને જ જ્ઞાની પુરુષ પૂર્ણાનંદતા કહે છે. તેવી પૂર્ણાનંદની શાશ્વતી સ્થિતિમાં કોઈપણ પ્રકારના સંકલ્પવિક૯૫ને લેશમાત્ર પણ અવકાશ મળતા જ નથી. એવી નિર્વિકલ્પ દશા સર્વજ્ઞ, સર્વદશી
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy