________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૭] પદાર્થો ઉપર પિતે મમત્વ રાખે છે તેથી પરિણામે તે પિતાનું કંઇએ સરતું નથી, ખરું હિત સધાતું નથી પણ ઊલટું પહેલાં અને પછી પણ પોતાનું બગડે જ છે, અહિત થાય છે છતાં મેહની પ્રબળતાથી જીવ તેમાં જ મમત્વ રાખે છે. પિતાને ખરી સહાય કરનાર ધર્મમિત્રની કઈક વિરલા જ દરકાર કરે છે. શ્રી વીતરાગ દેવે કહેલા શુદ્ધ ધર્મનું સમ્યફ સેવન કરવાથી જ જીવને સત્ય-સ્વાભાવિક પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે. જેમ જેમ જીવ પરવતુમાં લાગેલી મમતા ઘટાડીને આત્મસ્વભાવમાં રમણ કરતો જાય છે તેમ તેમ તેને ખરી પૂર્ણતા નજદીક આવતી જાય છે. જ્યારે તે અનુક્રમે દઢ અભ્યાસથી પરવસ્તુમાં લાગેલી અનંતી મમતાના બંધનોને સર્વથા તોડી નાંખે છે ત્યારે જ તે અકૃત્રિમ પૂર્ણતાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. સર્વથા રાગ, દ્વેષ અને મહાદિકના દુષ્ટ બંધનને તેડી તે જે સુખને સાક્ષાત્ અનુભવે છે તે જ પરમાનંદ-મોક્ષસુખ છે. એવું સુખ પ્રાપ્ત થયા બાદ તેને કદાપિ વિનાશ થતું જ નથી. જેમ દગ્ધ થયેલા બીજથી નવા અંકુરો ફૂટતા નથી તેમ જેનાં સકળ કર્મ સર્વથા દગ્ધ થઈ ગયાં હોય છે તેમને આ સંસારમાં પુન: જન્મ મરણ કરવાં પડતાં નથી. જન્મમરણનાં જે અનંત દુઃખ સંસારના જીને વારંવાર અનુભવવા પડે છે તે સમસ્ત દુઃખથી સર્વથા મુક્ત થઈ સ્વાભાવિક પૂર્ણતાવંત સિદ્ધ સદા શાશ્વત સુખમાં નિમગ્ન થઈ રહે છે. તેવું નિરતિશાયી સુખ ઉપાધિગ્રસ્ત જીવોને સ્વપ્નમાં પણ સંભવતું નથી. જ્યારે કલ્પિત કૃત્રિમ સુખનો અનાદર કરી સ્વાભાવિક આત્મસુખને અનુભવવા અનુકૂળ પ્રયત્ન સેવવામાં આવે ત્યારે જ તે અનુક્રમે