________________
[ ૧૫૬ ]
શ્રી કર્ખરવિજયજી જીવને કર્મના સંગે થતા ક્ષણિક સુખદુઃખના વિવિધ વિકારો પ્રતિ દુર્લક્ષપૂર્ણ ઉદાસીન જ રહે છે. તે તે પ્રત્યેક આત્માની શુદ્ધ અખંડ સ્વાભાવિક સત્તા સામે જ લક્ષ રાખીને રહે છે. તેથી જ તેવા પૂર્ણાનંદી ભગવાનમાં દ્વિધાભાવ સંભવતો જ નથી. તે તે અદ્વૈત આનંદમાં જ સદા નિમગ્ન રહે છે. ૧. | ગમે તેવી મનહર પરવસ્તુના સંયોગથી મતિમોહવડે જીવે માની લીધેલી પૂર્ણતા કેઈના કાલાવાલા કરીને માગી આણેલી વસ્તુ છે, પિતાની તો નથી જ, તે પાછી તો આપવાની જ છે, તેથી તેને વિશેષ પ્રકારે સંભાળી રાખવાની, તેમ જ તેમાં કંઈક બેદરકારીથી જે તોડફોડ થઈ હોય તો સામાનું અનેક રીતે મન મનાવવાની અને તેનો બદલો વાળી આપવાની જરૂર પડે છે, તેમ પૂર્વકર્મના પ્રભાવે ગમે તેવી શુભ વસ્તુઓને સંયોગ થયે હેય પણ તે વિભાવિક છે, સ્વાભાવિક તે નથી જ, તેથી તેનો વિગ પણ અવશ્ય થવાનો જ. તેમજ તે તે વસ્તુના સંગે મેહવશાત્ જેવા જેવા અધ્યવસાય કર્યા હોય તેવા કેવા કર્મને બંધ કરીને તેને સંસારમાં રઝળવું પડશે, અને આ ભવમાં પણ તે તે વસ્તુની મમતાથી જે જે દુ:ખ વિટંબના સહન કરવી પડે છે તે તો અધિક લાણમાં; તેમ છતાં આવી કલિપત પૂર્ણતા અંતે છટકીને છેહ તે દેવાની જ. કહ્યું છે કે –
ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂળ;
ચાર પાંચ દિન ખુસ લગે, અંત ધૂળકી ધૂળ, આમ સમજીને ચતુર સજીએ આવી ઉપાધિયુક્ત કલ્પિત પૂર્ણતા પરિહરવા અને સત્ય સ્વાભાવિક પૂર્ણતા આદરવા યોગ્ય છે. ધન, કણ, કંચનાદિક અથવા દેહકુટુંબાદિક જે જે