________________
[ ૧૮૦ ]
શ્રી કપૂરવિજયૂછ. પ્રભુ ગુના અનુભવ ચંદ્રહાસ ર્યો, સો તો ન રહે મ્યાનમેં; વાચક જસ કહે મેહ મહા અરિ,છત લીયો હે મેદાનમેં. હમ ૬
ઉક્ત પદને પરમાર્થ એ છે કે “શાંત રસના સાગર એવા શાંતિનાથ ભગવાનના ધ્યાનમાં પોતાનું મન મગ્ન થયું કે તરત તન તથા મન સંબંધી સર્વ આપદા દૂર થઈ ગઈ, સર્વ ઉપાધિ દૂર ટળવાથી નિરુપાધિક સુખ પ્રાપ્ત થયું. પ્રભુના ધ્યાનમાં મગ્ન થવાથી જે શાંત સુખ પ્રાપ્ત થયું તેની પાસે હરિ, હર, બ્રહ્મા કે ઇંદ્રની અદ્ધિ પણ કાંઈ ગણત્રીમાં આવે નહિં. કેમકે ઈંદ્રાદિકની ઋદ્ધિ તે પિદુગલિક હોવાથી અંતે વિનાશશીલ છે અને ધ્યાન સંબંધી સુખ તે અતીંદ્રિય હોવાથી સ્વાભાવિક આનંદમય છે. પિગલિક સુખમાં પરિણામે દુખ રહેલું છે અને ધ્યાનનું સુખ તે એકાંત શાંતરસમય હોવાથી તેમાં દુઃખને સંભવ જ નથી. આવા સ્વાભાવિક સુખને સ્વાદ મેળવી ધ્યાનમાં મગ્ન થનાર પોતાના જીવનને હવે કૃતાર્થ માને છે અર્થાત નિર્મળ જ્ઞાન-ધ્યાન વિનાની જિંદગી કેવળ ભારભૂત સમજે છે. એક સમકિત રત્નની પ્રાપ્તિથી જ સર્વ પ્રકારની દીનતા દૂર થઈ જાય છે. સમ્યક્ત્વથી સદ્વિવેક જાગે છે અને અનાદિનું અજ્ઞાન અંધકાર નાસે છે. સમક્તિથી પ્રભુના ગુણની યથાર્થ પિછાણ થાય છે અને પ્રભુના સદ્દભૂત ગુણેની પિછાણ થતાં જે અનુભવ જાગે છે તેનું સુખ અકથ્ય છે. એ સુખ તે જેને થાય છે તે જ જાણે છે. સાક્ષાત્ અનુભવ થયા વિના તે સમજમાં આવી શકતું જ નથી. વળી જેને પ્રભુના પવિત્ર ગુનો ખરો અનુભવ થાય છે તે કંઈ ઢાંકે રહેતે નથી. એવા અનુભવી પુરુષ અનુભવરૂપી ચંદ્રહાસ ખડ્ઝવર્ડ ક્ષણવારમાં મોહશત્રુને પરાભવ કરી શકે છે, અર્થાત્ ધ્યાન