________________
[૧૩૬]
શ્રી કપૂરવિજયજી જેણે ઈન્દ્રિયને જીતી છે, ધીર-સત્વવંત, પ્રશાન્ત–ઉપશમવંત એટલે ધીરશાન્ત નામે નવમા રસના નાયક છે, જેને આત્મા સ્થિર છે, જેનું આત્માસન સાધનથી સુખાવહ છે, જેણે નાસિકાના અગ્ર ભાગમાં લેશન સ્થાપ્યાં છે, જે પ્રવૃત્તચક યોગી છે, ધારણા એટલે કેઈક ધ્યેયને વિષે ચિત્તના સ્થિર બન્ધનની ધારાએ જેણે વેગથી બાહ્ય ઈન્દ્રિયને અનુસરનારી મનની વૃત્તિ રોકી છે, પ્રસન્ન-અકલુષિત ચિત્તવાળા, પ્રમાદ રહિત, જ્ઞાનાનન્દરૂપ અમૃતને આસ્વાદ લેનારા આત્મારામમાં જ વિપક્ષ (શત્રુ) રહિત મોટા સામ્રાજ્યને વિસ્તારતા એવા ધ્યાનવંત વેગીની દેવ અને મનુષ્ય સહિત લેકમાં ખરેખર કેઈપણ ઉપમા નથી. ૬-૮.
» –– DFઉ –
३१ तपोऽष्टक. .ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात् तपः ।
तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥ १॥ કર્મમળને તપાવવાથી તત્ત્વો જ્ઞાનને જ તપ કહે છે. તેથી અત્યંતર તપ ઈષ્ટ છે. બાહા તપ અત્યંતર તપની પુષ્ટિ માટે જ કહેલ છે. ૧.
કર્મોને તપાવનાર હોવાથી તપ તે જ્ઞાન જ છે એમ પંડિત કહે છે. તે અંતરંગ જ તપ ઈષ્ટ છે અને અનશનાદિ બાહ્ય તપ છે તે પ્રાયશ્ચિત્તાદિ ભેટવાળા જ્ઞાનવિશેષરૂપ અતરંગ તપને વધારનાર હોય તો જ ઈષ્ટ છે.