________________
[૮]
શ્રી કપૂરવિજયજી બાહ્ય દષ્ટિ એ બ્રાન્તિની વાડી છે અને બાહ્ય દષ્ટિને પ્રકાશ તે વિપર્યાસ શક્તિયુક્ત ભ્રમની છાયારૂપ છે. જેમ વિષવૃક્ષની છાયા વિષરૂપ હોય છે તેમ બાહ્ય દષ્ટિને પ્રકાશ બ્રાન્તિરૂપ જાણવે, પરંતુ બ્રાન્તિ રહિત તત્ત્વદષ્ટિવાળે એ ભ્રમરૂપ છાયામાં સુખની ઈચ્છાથી સૂતે નથી, બહિર્દષ્ટિ પ્રકાશચન્દ્રાસન્નતા પ્રત્યય ન્યાયે ભ્રમરૂપ વિષતની છાયા છે. તેને વિશ્વાસ તત્વજ્ઞાની ન કરે, કારણ કે તે અન્તર્દષ્ટિ સુખથી પૂર્ણ છે.
ગામારામારિ મોહાય, વત્ છું વાહયા દશા | तत्त्वदृष्टया तदेवान्त-र्नीतं वैराग्यसंपदे ॥ ३ ॥
બાહા (મોહ) દષ્ટિથી દેખેલું ગ્રામ, ઉપવનાદિક મોહને જ વધારે છે, ત્યારે તત્વષ્ટિથી તે ને તે જ વસ્તુ જેવાથી વૈરાગ્ય ગુણની વૃદ્ધિ કરનારી નીવડે છે. ૩.
બાહાદષ્ટિથી દેખેલા ગ્રામ, ઉદ્યાન પ્રમુખ સુન્દર બાહા પદાર્થનો સમૂહ મેહને માટે થાય છે–મેહનું કારણ થાય છે. તે જ તત્વષ્ટિથી આત્મામાં ઉતારેલ હોય તે વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે.
बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी । तत्वदृष्टेस्तु साक्षात् सा, विण्मूत्रपिठरोदरी ॥ ४ ॥
બાહ્યદષ્ટિ જીવને સુંદરી-સ્ત્રી અમૃતના નિચોડથી નીપજાવેલી લાગે છે, ત્યારે તત્વદષ્ટિને તે તે સાક્ષાત્ વિષ્ટામૂત્રાદિક મળથી ભરેલી હાંડલીરૂપ ભાસે છે. ૪.