________________
[૧૪]
શ્રી કરવિજયજી ત્રિસ્ત્રોત(ત્રણ પ્રવાહ )વડે પવિત્ર જાહવી–આકાશગંગાની જેમ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીવડે પવિત્ર એવી તીર્થકરની પદવી પણ સિદ્ધગી સંત-મહાત્માને પ્રાપ્ત થવી દૂર (દુર્લભ) નથી. ૮.
ત્રણ પ્રવાહડે પવિત્ર ગંગાનદીની જેમ ત્રણ રત્નાવડે પવિત્ર અરિહંતની પદવી પણ સિદ્ધગવાળા સાધુને અતિ દૂર નથી, કારણ કે સિદ્ધયોગને સમાપત્તિ આદિના ભેદે તીર્થકરનું દર્શન થાય છે એમ કહ્યું છે.
गुरुभक्तिप्रभावेन, तीर्थकद्दर्शनं मतम् । समापत्यादिभेदेन, निर्वाणैकनिबन्धनम् ॥ योगदृष्टि ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ધ્યાનના ભેદે કરીને તીર્થકરનું દર્શન થાય છે એમ કહ્યું છે. આદિ શબ્દથી તીર્થકરનામકર્મને બન્ધ થવાથી તેના ઉદયે તીર્થંકરપદની પ્રાપ્ત થાય તે પણ ગ્રહણ કરવું. તે નિર્વાણુનું મુખ્ય કારણ છે.
२१ कर्मविपाकचिन्तनाष्टक. . दुखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः। | મુનિ વમવિય, વાન પરશું નવું છે ?
મુનિરાજ દુખ પ્રાપ્ત થવાથી દીન બનતા નથી તેમ જ સુખ મળવાથી આનંદ માનતા નથી, પરંતુ આ જગતમાં પ્રાણુમાત્ર કર્મવિપાકને આધીન છે, એમ જાણે છે. ૧.