________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫ ]
મુનિ કના શુભાશુભ પિરણામને પરવશ થયેલા જગતને જાણુતા દુ:ખ પામીને દીન ન થાય અને સુખ પામીને વિસ્મ
યવાળા ન થાય.
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरो कर्मवैषम्ये, भूपैर्भिक्षाऽपि नाप्यते ॥ २ ॥
જે નૃપતિના ફક્ત ભૃકુટીના ઇસારા માત્રથી જ પર્વતના શિખરા પણ ભેટ્ટાઇ જતા હતા—ચૂરેચૂરા થઈ જતા હતા તે જ નૃપતિને જ્યારે કર્મની પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષુધા શાન્ત કરવા માટે ઘરે ઘરે ભ્રમણુ કરતા છતાં ભિક્ષા પણ મળતી નથી. ૨.
જેએની ભૃકુટીના ભંગમાત્રથી ( ભમરના ચાલવાથી ) પતા પણ ભાંગી જાય છે તેવા ખલવાન રાજાએ પણ કની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી, એ મહદ્ આશ્ચર્ય છે.
जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे |
क्षणाद् रङ्कोऽपि राजा स्यात्, छत्रछन्नदिगन्तरः ॥ ३ ॥
ન
ચતુરાઇ લેશમાત્ર ન હાય અને સાથે કુળવાન—ઉત્તમ કુળમાં જન્મ પણ ન હાય છતાં પણ તે સામાન્ય ગણાતા માણસ કર્મની અનુકૂળતા પ્રાપ્ત થતાં ક્ષણમાત્રમાં દશે દિશાઓમાં જેની આણ પ્રવતી રહેલ છે એવા નરેશ બને છે. ૩.
જાતિ અને ચતુરાઇથી હીન હેાવા છતાં પણ જ્યારે અભ્યુદય થાય-શુભકમ ના ઉદય થાય ત્યારે ક્ષણવારમાં રેંક પણ નન્દ આદિની પેઠે છત્રવડે ઢાંકયું છે દિશામ`ડળ જેણે એવા રાજા થાય છે.