________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૩ ] यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते। शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं यथा ॥४॥
સમરાંગણમાં ચોદ્ધાઓ વડે થયેલા યુદ્ધને નિર્ણય–જય પરાજય જેમ તેના સ્વામીને ઘટે છે, તેમ પ્રાણીમાત્રને મળતું સુખ યા દુઃખ કર્મનું વિલસિત હોવા છતાં અવિવેકવડે આત્મામાં આરોપિત થાય છે. ૪.
જેમ સુભટોએ કરેલા યુદ્ધને સ્વામીને વિષે જ ઉપચાર કરાય છે. સેવકોને જય અને પરાજય ઉપચારથી સ્વામીના જય-પરાજય કહેવામાં આવે છે, તેમ અવિવેકે કરેલા કર્મપુદ્ગલેને પુયાપુણ્યફલરૂપ વિલાસ શુદ્ધ આત્મામાં આરપાય છે, તેથી તે ઉપચારથી શુદ્ધ આત્માને ગણાય છે.
इष्टकाद्यपि हि स्वर्ण, पीतोन्मत्तो यथेक्षते ।
आत्माऽभेदभ्रमस्तद्वद्, देहादावविवेकिनः॥५॥
જેમ ધતુરાનું પાન કરી ઉન્મત્ત થયેલે પ્રાણ ઇંટ આદિને વિષે સુવર્ણતા માને છે તેમ અવિવેક આ જગતમાં દેહ અને આત્મા એક જ છે એમ માને છે. ૫.
જેણે ઘતૂરો પીધા છે તે જેમ ઇંટપ્રમુખને પણ ખરેખર સુવર્ણ દેખે છે તેમ વિવેકરહિત પુરુષને શરીરાદિને વિષે આત્મા સાથે એકપણાનો વિપર્યાસ જાણવો.
इच्छन्नपरमान् भावान् , विवेकाद्रेः पतत्यधः । परमं भावमन्विच्छन् , नाविवेके निमजति ॥६॥