________________
[૭૬ ]
શ્રી કરવિજયજી - શુદ્ધ અન્તરંગ પરિણામે રાગ-દ્વેષને બને પડખે રાખી મધ્યસ્થ થઈને ઉપાલંભ [ ઠપકો ] ન આવે તેવી રીતે રહે. કુતર્ક-કુયુક્તિરૂપ કાંકરા નાંખવાથી બાલ્યાવસ્થાની ચપલતાને ત્યાગ કરે. કુતર્કરૂપ કાંકરા નાખવાથી ઘણાને ઠપકે ખાવું પડે છે.
मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनःकपिः ॥ २ ॥
મધ્યસ્થ પુરુષનું મનરૂપ વાછરડુ યુક્તિરૂપ ગાય તરફ ગમન કરે છે ત્યારે તુચ્છાગ્રહીઓનું મનરૂપ વાંદરું તે યુક્તિરૂપ ગાયને પૂંછડેથી ખેંચે છે. ૨.
મધ્યસ્થ પુરુષને મનરૂપ વાછડ યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપ વાંદરો તેને પુંછડાવડે ખેંચે છે. જ્યાં યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે અને કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે એ અર્થ છે.
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने । समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥ ३ ॥
સ્વપક્ષમાં જે સ્વાર્થ સત્ય છે અને પરપક્ષમાં જે નિષ્ફળ છે, એવા સર્વ માં જે મધ્યસ્થ પુરુષનું મન સમશીલ ભાવે રહે છે તેવા મહાત્માઓનું હે ચેતન ! તું દર્શન કર. ૩.
પિતપોતાના અભિપ્રાયે સાચા અને બીજા નયની યુક્તિથી ચલાવે ત્યારે નિષ્ફળ એવા નયામાં જેનું મન પક્ષપાત રહિત સમાન સ્વભાવને ધારણ કરે છે તે મહામુનિ મધ્યસ્થ છે. સર્વ નો સપ્રતિપક્ષ છે. જે એક નયપક્ષપાતી તે અદષ્ટસિદ્વાન્ત [ સિદ્ધાન્તને અજ્ઞાની ] કહીએ. કહ્યું છે કે –