________________
[ ૮૪ ]
શ્રી કરવિજયજી
આપબડાઇરૂપ જળના પ્રવાહથી કલ્યાણુ-વૃક્ષનાં પુન્યરૂપી મૂળિયાં ઊઘાડાં કરી નાખ્યા પછી તેનાં સારાં ફળ કથાંથી મેળવી શકીશ ? ૨.
કલ્યાણુરૂપ વૃક્ષનાં પેાતે કરેલાં સુકૃતરૂપ મૂળાને પોતાના ગુણ્ણાના ઉત્કર્ષ વાદરૂપી પાણીના પ્રવાહથી પ્રગટ કરતા કલ્યાણરૂપ વૃક્ષનું શું ફળ પામીશ ? કંઈ પણ નહિ પામે. ગુપ્ત પુણ્ય જ ફળદાયક છે. કહ્યું છે કે ધર્મ: ક્ષતિ જીર્તનાત્ ’ આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે.
आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥ ३ ॥
આપણાં ગુણરૂપી વરત( દ્વાર )ને અન્યજના અવલ બે( પકડે) તા તે હિતકારક થવા પામે ખરા; પરંતુ આશ્ચર્યકારક છે કે એ જ વરતને જો પાતે જ પકડે તેા ઊંચે ચડવાને બદલે નીચે ( ભવસાગરમાં ) પટકાઈ પડે. ફોગટ આપખડાઇ કરવાથી અધાતિ થવા પામે છે; તેથી જ આત્મલાઘાથી દૂર રહેવું ઘટે છે. ૩.
ખીજાએ આલંબન કરેલાં પેાતાના ગુણુરૂપ દોરડાંએ હિતને માટે થાય છે, પણ આશ્ચર્ય છે કે પેાતે ગ્રહણ કરે તે તે સંસારસમુદ્રમાં પાડે છે. જો બીજા ગુણ્ણા કહે તેા ગુણકારી થાય. આત્મસ્તુતિના દ્વાર પાતે ગ્રહણ કરે તેા ખુડાડે અને બીજા ગ્રહણ કરે તા તારે એ આશ્ચર્ય છે.
उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् । પૂર્વગુરુસિંહેમ્યો, મુશ નીચત્વમાયનમ્ ॥ ૪ ॥