________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી
कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्त्ति यः । क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसंगरकेलिषु ॥ ६ ॥
જ્ઞાનરૂપ અખ્તર ધારણ કરી માહરાજાના તમામ શસ્રો જે મહાત્માએ નિષ્કુલ કર્યો છે તેને કર્મ-યુદ્ધ થતાં ભય કે પરાજય લેશ માત્ર હાતા નથી. ૬.
કર્મના સંગ્રામની ક્રીડામાં માહરૂપ શસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપ બખ્તરને જે ધારણ કરે છે તેને કયાંથી ભય હાય અથવા તેના પરાજય કયાંથી થાય ?
तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्र भयानिलैः । नैकं रोमापि तैर्ज्ञानगरिष्ठानां तु कम्पते ॥ ७ ॥
અજ્ઞાની મનુષ્યે ભયરૂપ પવનવડે સકલ લેાકાકાશમાં પરિભ્રમણ કરે છે પણ જે જ્ઞાનીએ જ્ઞાનમાં મશગુલ છે–નિમગ્ન છે તેનું રેશમાંચ પણ કપાયમાન થતું નથી. ૭.
આકડાના રૂની પેઠે હલકા મૂઢ પુરુષા ભયરૂપ વાયુવડે આકાશમાં ભમે છે, પરન્તુ જ્ઞાનવર્ડ અત્યંત ભારે એવા મહાપુરુષાનુ એક રુંવાડું પણુ કમ્પતું નથી.
चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् ? ॥ ८ ॥
જે મહાત્માઓના ચિત્તમાં ભયરહિત એવા ચારિત્રની પ્રાપ્તિથી અખંડ જ્ઞાનસામ્રાજ્યની પ્રાપ્તિ થઇ છે તેને કાઇ પણ વખત ભય હાતા જ નથી. ૮.
જેનાથી કાઇને ભય નથી ( અથવા જેને કેાઇથી ભય નથી )