________________
[ ૭૮ ]
શ્રી કપૂરવિજયજી
આસક્ત કરવું સારું છે. પરને વિષે મન તે ચિન્તાસ્વરૂપ હાય અને આત્માને વિષે સમાધિસ્વરૂપ હાય એટલેા વિશેષ છે.
विभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव । । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ ६ ॥
જુદા જુદા સ્થળેથી વહન થતી સિરતાઓ જેમ સમુદ્રને મળી જાય છે, તેમ મધ્યસ્થ પુરુષાના ધર્મ માર્ગો પરબ્રહ્મ-માક્ષપ્રાપ્તિ કરાવે છે. ૬.
જેમ નદીએના જુદા જુદા પણ માર્ગો સમુદ્રને પ્રાપ્ત કરે છે, તેમ અપુન ધક, સમ્યગ્દષ્ટિ પ્રમુખ મધ્યસ્થાના જિનકલ્પ અથવા સ્થવિરકલ્પાદિક ભિન્ન ભિન્ન માર્ગો એક, ક્ષયરહિત, ઉત્કૃષ્ટ બ્રહ્મ એટલે સર્વ પ્રપંચમેાધવિશિષ્ટ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥ ७ ॥
મધ્યસ્થદૃષ્ટિ પુરુષ રાગમાત્રથી પેાતાએ ગ્રહણ કરેલા ધર્મ શાસ્ત્રોને સ્વીકારતા નથી તેમ જ દ્વેષમાત્રથી અન્ય ધર્મના શાસ્ત્રોના ત્યાગ કરતા નથી, પરંતુ તત્ત્વાતત્ત્વના નિય કરીને જ યાગ્યનું ગ્રહણ અને અાગ્યનેા ત્યાગ કરે છે. ૭.
પેાતાના સિદ્ધાન્તના વિચાર રહિત કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી, અને પરસિદ્ધાન્તના વિચાર રહિત કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તના આદર અથવા પરસિદ્ધાન્તના ત્યાગ કરીએ છીએ. કહ્યું છે કે