________________
[૭૨]
શ્રી કરવિજયજી ચૈતન્યાદિનો અવિવેક-અભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માદિનું ભેદપરિજ્ઞાન-આત્માની એકતાનો નિશ્ચય કટિ જજોવડે પણ અત્યન્ત દુર્લભ છે. સંસારમાં બધા ય ભવસ્થ જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત જ છે. ભેદજ્ઞાની કઈક જ હોય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે –
" सुदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो णवरि ण सुलभो विभत्तस्स ॥"
સમયસાર ૦ ૪. “સર્વ ને પણ કામભેગના બન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે, તેથી સુલભ છે. પરંતુ વિભક્ત-શરીરાદિકથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી, તેથી સુલભ નથી.”
शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । विकारैर्मिश्रता भाति, तथाऽत्मन्यविवेकतः ॥३॥
જેમ દષ્ટિના ષવડે શુદ્ધ-સ્વચ્છ આકાશ પણ રેખાવડે મિશ્રિત ભાસે છે તેમ અવિવેકી પુરુષ વિકારવડે આત્માને મિશ્રિત માને છે. ૩.
જેમ શુદ્ધ આકાશમાં પણ તિમિર રોગથી નીલપીતાદિ રેખાઓવડે મિત્રતા–ચિત્રવિચિત્રતા ભાસે છે, તેમ શુદ્ધાત્માને વિષે અવિવેકથી કામક્રોધાદિ વિકારોવડે વિકારરૂપ વિચિત્રતા ભાસે છે; પરન્તુ શુદ્ધાત્મા નિર્વિકાર છે.