________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૯] आत्मबोधो नवः पाशो, देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥६॥ શરીર, ધન ને ઘર-હાટ પ્રમુખમાં મારાપણાની બુદ્ધિ એ એક એવું વિલક્ષણ બંધન છે કે તે બધાને બાંધવા જતાં– પોતાના કરવા જતાં, પોતે જ બંધાઈ પરવશ થઈ જાય છે. ૬.
શરીર, ઘર અને ધન વિગેરે પદાર્થમાં આમપણાની બુદ્ધિ એટલે “હું અને મારું” એવો અહંભાવ અને મમત્વભાવને પરિણામ તે નવીન (લકત્તર) પાશ છે. જે પાશ આત્માએ દેહાદિકને વિષે નાંખે છે તે પણ તે આત્માના (પિતાના જ) બન્ધને માટે થાય છે. બીજો લૌકિક પાશ તો જેના ઉપર નાંખ્યું હોય તેને બાંધે છે. દેહાદિમાં આત્મધરૂપ પાશ તે દેહાદિક ઉપર નાંખે છે તે તેને બાંધતો નથી, પણ નાંખનારને બાંધે છે એ આશ્ચર્ય છે.
मिथोयुक्तपदार्थानाम-संक्रमचमक्रिया। चिन्मात्रपरिणामेन, विदुषैवानुभूयते ॥ ७ ॥
સંયોગ સંબંધથી મળેલા પદાર્થો પિતાપિતાને સ્વભાવ કદાપિ તજતા નથી, એવો ચમત્કાર શુદ્ધ જ્ઞાનપરિણામવડે જ્ઞાની પુરુષ જ અનુભવે છે. જેમ જડ વસ્તુ પોતાનો સ્વભાવ ન તજે તેમ ચેતનઆત્મા પણ પિતાને સ્વભાવ ન તજે એ નિયમ જ છે. ૭.
પરસ્પર મળેલા જીવ–પુદ્ગલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થના અસંક્રમ-લક્ષણ અને સ્વરૂપના અસંકરણ–ભિન્નતાને ચમત્કાર જ્ઞાનમાત્રપરિણામવન્ત વિદ્વાનથી અનુભવાય છે. તે અન્ય વિશેષ પર્યાય છે તેને જ્ઞાનાદિ સ્વલક્ષણવડે જાણે છે. સન્મતિમાં કહ્યું છે કે