________________
[૬૮]
શ્રી કપૂરવિજ્યજી થનારા તથા ગમે તેવા શુદ્ધ ખાનપાન, વસ્ત્ર પ્રમુખને અશુદ્ધમલિન કરી નાંખનારા દેહ વિષે જળ વિગેરેથી પવિત્ર થવાને ભ્રમ મૂઢજનોને ભારે આકરે હોય છે, જ્ઞાનીને એવો ભ્રમ સંભવત નથી. ૪.
કપૂર, કસ્તૂરી પ્રમુખ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા માતાનું રુધિર અને પિતાના વીર્યરૂપ અશુચિ પદાર્થથી ઉત્પન્ન થયેલા શરીરને વિષે જળ માટી વિગેરેથી પવિત્રપણાને ભ્રમ માહથી મૂંઝાયેલા શ્રોત્રીયાદિકને (વેદપાઠી. બ્રાહ્મણદિને) કદી ન ટળી શકે એ ભયંકર છે.
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः ॥ ५॥
સમતા-કુંડમાં સ્નાન કરી, પાપ-મેલને પખાળી જે ફરી પાપથી ખરડાતું નથી તે અંતરાત્મા કે વિવેકાત્મા ખરેખર પવિત્ર થયેલે સમજ. ૫.
જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને અને પાપથી ઉત્પન્ન થએલા મેલને છેડીને ફરીથી મલિનપણું પામતું નથી તે અન્તરાત્મા-સભ્યત્વવાસિત આત્મા અત્યન્ત પવિત્ર છે.
“વધે ન વોઝ યાવિ ” સમ્યગ્દષ્ટિ કદાપિ બન્ધવડે અન્તર્કોટાકોટી સાગરોપમની સ્થિતિને ઉલ્લંઘતે નથી, એટલે તેથી અધિક સ્થિતિબન્ધ કરતું નથી. એ ન્યાયે સમ્યગ્દષ્ટિ થયે એટલે જ અંશે સ્નાતક (કેવલજ્ઞાની) થયે, જેથી ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધરૂપ મેલ સમ્યગ્દષ્ટિને ન આવે એ જ સહજ પવિત્રપણું જાણવું.