________________
[ ૬૪ ]
શ્રી કરવિજયજી ફળ પણ ન પ્રાપ્ત થાય તે તે મણિનું જ્ઞાન અને “આ મણિ છે” એવી શ્રદ્ધા અવાસ્તવિક–અસત્ય છે.
तथा यतो न शुद्धात्म-स्वभावाचरणं भवेत् । फलं दोषनिवृत्तिा , न तज्ज्ञानं न दर्शनम् ॥ ५॥
તેવી રીતે જે થકી શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કે દોષનિવૃત્તિરૂપ ફળ થવા ન પામે તે જ્ઞાન અને દર્શન સાર્થક લેખી શકાય નહિ. ૫.
તેમ જેથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ ન થાય અથવા શુદ્ધ આત્માના લાભનું ફળ રાગ, દ્વેષ અને મોહરૂપ દોષની નિવૃત્તિ ન થાય તે જ્ઞાન નથી અને દર્શન-સમ્યક્ત્વ પણ નથી.
यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्माद-मात्मतृप्तो मुनिर्भवेत् ॥ ६ ॥
જેવું સેજાથી થયેલું પુષ્ટપણું અને વધ કરવા લાયકને સારાં વસ્ત્રાભૂષણ પહેરાવવાં નકામા-નિષ્પાજન છે, તે જ આ સંસારને અજ્ઞાનજનિત ઉન્માદ લેખી તત્વવેદી મુનિ ક્ષણિક પદાર્થોમાં રતિ અરતિ તજી, સમભાવમાં ઝીલતા સતા સહજ સંતોષી થઈને રહે છે. ૬.
જેમ સોજાનું પુષ્ટપણું અથવા જેમ વધ કરવાને લઈ જતા પુરુષને કરેણના ફૂલની માળા વિગેરે આભરણ પહેરાવવામાં આવે છે, તેવા સંસારના ઉન્માદ–ઘેલછાને જાણતા મુનિ આત્માને વિષે જ સંતુષ્ટ હોય.