________________
[૬૨ ]
શ્રી કપૂરવિજયજી
પાધિરહિત એકત્વ-પૃથક્ક્સ પૃથપરિણત-અભેદ અને ભેદરૂપે પૃથરિણતિવાળા સ્વદ્રવ્યરૂપ આત્માને આત્માવર્ડ જ્ઞરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ દ્વિવિધ પરિનાદ્વારા જાણે, તે આ રત્નત્રયમાં જ્ઞાન, રુચિ-શ્રદ્ધા અને આચરણની અભેદપરિણિત મુનિને હાય છે. કહ્યું છે કે—
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥
""
66
“
આત્મા માના ત્યાગથી આત્માને વિષે આત્માવડ આત્માને જે જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ્ઞાન છે અને તે દર્શન છે. ”
આ જ કારણથી જે શ્રુતજ્ઞાનથી કેવળ આત્માને જાણે તે અભેદ નયની અપેક્ષાએ તથા જે કેવલ સપૂર્ણ શ્રુતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી છે, એમ સમયપ્રાભૂતમાં કહ્યું છે.
जो हि सुरणभिगच्छर, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुअकेवलिमिसिणो, भपंति लोगप्पदीवयरा ॥
जो सुअनाणं सवं जाणइ, सुअकेवलिं तमाहु जिणा । नाणं आया सवं जम्हा, सुअकेवली तम्हा ॥
समय० गा० ९-१०
જે શ્રુતજ્ઞાનવર્ડ કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લેાકમાં પ્રકાશ કરનારા ઋષિ શ્રુતકેવલી કહે છે.
જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિતા શ્રુતકેવલી કહે છે, કારણ કે આત્મા સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે શ્રુતકેવલી કહેવાય છે.