________________
લેખ સંગ્રહ : ૬ :
[ પ ] सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु, योगानां मौनमुत्तमम् ॥ ७॥
કેવળ વચન નહીં ઉચ્ચારવારૂપ મન તો એકેન્દ્રિય જીવોને વિષે પણ જાણી જોઈ શકાય છે, પરંતુ પરપુહૂગલ(પરભાવ)ને વિષે મન, વચન, કાયાની થતી પ્રવૃત્તિ આટેપી લેવારૂપ મન જ સર્વોત્તમ ફળસાધક એટલે કલ્યાણકારી છે. ૭.
વચનના નહિ ઉચ્ચારવારૂપ મન એકેન્દ્રિય જીવોમાં સુલભ (સુખે પામીએ તેવું ) છે, પરંતુ પુદ્ગલોમાં યોગની (મનવચન-કાયાની) અવ્યાપારરૂપ અપ્રવૃત્તિ તે જ ઉત્કૃષ્ટ માન છે. એ જ મુનિનું મન છે.
ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वाऽपि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ॥ ८॥ દિવાની જતિની જેવી જેની સઘળી ક્રિયા જ્ઞાન(પ્રકાશ)થી ઝળકતી છે, તેવા શાન્ત-સમભાવી મહાશયનું જ મૈન સર્વોત્તમ છે. જડ, મુગ્ધ કે કપટના વચનમાત્રને નહીં ઉચ્ચારવારૂપ મનમાત્રથી કશું વળતું નથી. આત્માનું કલ્યાણ તે અસવૃત્તિઓ કે વાસનાઓના સંયમથી જ સધાય છે. ૮.
જેમ દીવાની ઊંચે ગમન કરવા અને નીચે ગમન કરવા આદિરૂપ બધી ય ક્રિયા પ્રકાશમય છે તેમ અનન્યસ્વભાવે એટલે પુગલભાવે નહિ પરિણામ પામેલા એવા જેની–આહારવ્યવહારાદિ સઘળી ક્રિયા જ્ઞાનમય છે તેનું મન જ ઉત્કૃષ્ટ છે.