________________
[૬૦] .
શ્રી કપૂરવિજયજી જૂનું ફાટેલું વસ્ત્ર અને વન એ જ ઘર છે તે પણ આશ્ચર્ય છે કે પૃહારહિતને ચક્રવતી કરતાં પણ અધિક સુખ છે.
परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ ८॥
પરઆશા–તૃષ્ણા કે પરાધીનતા એ જ ભારે દુઃખ અને નિસ્પૃહતા–ખરી સંતોષવૃત્તિ એ જ ભારે સુખ.” સંક્ષેપમાં સુખ દુઃખનું એ જ લક્ષણ શાસ્ત્રમાં કહ્યું છે. પછી ઈછામાં આવે તે એકને પસંદ કરે. ૮.
પરની આશા લાલસા–કરવી તે મહાદુઃખ છે અને નિ:સ્પૃહપણું તે મહાસુખ છે. એ સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ કર્યું છે.
१३ मौनाष्टक. मन्यते यो जगत्तत्वं, स मुनिः परिकीर्तितः। सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा ॥१॥
જે સકળ (દેપાદેય-હિતાહિત) તત્વને યથાસ્થિત જાણે તેવા જ્ઞાની મહાત્મા મુનિ કહેવાય છે. તે મુનિભાવ એ જ શુદ્ધ કારક સમ્યક્ત્વ અને એ સમ્યવ જ ખરો મુનિભાવ જાણ. ૧.
“જે જગતના તત્ત્વને જાણે તે મુનિ ” એમ તીર્થંકરગણધરોએ કહ્યું છે. તે કારણથી મુનિપદની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જગતના તત્વનું જ્ઞાન હોવાથી સમ્યક્ત્વ જ મુનિ પણું છે