________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૯ ] " तूलं तृणादपि लघु. तूलादपि हि याचकः ।
वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिष्यति ॥" :તૃણથી આકડાનું રૂ હલકું છે અને આકડાના રૂથી પણ હલકે યાચક છે; તો પણ મારી પાસે માગશે એવા ભયથી વાયુ તેને ખેંચી જતું નથી.”
गौरवं पौरवन्धत्वात् , प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्याति जातिगुणात् स्वस्य, पादु'कुर्यान्न निःस्पृहः॥६॥ નિ:સ્પૃહી મહાત્મા નગરકોના વંદનપૂજનથી નિજ ગૌરવ (મોટાઈ), માન પ્રતિષ્ઠાવડે સ્વશ્રેષ્ઠતા અને સ્વજાતિના ગુણ વર્ણવી પોતાની પ્રસિદ્ધિ કરતા નથી. લેકપૂજા, પ્રતિષ્ઠા કે ખ્યાતિની દરકાર તેઓ કરતા જ નથી. ૬.
સ્પૃહારહિત સાધુ નગરવાસી લોકોને વન્દનીય હોવાથી પોતાની મોટાઈને, પ્રતિષ્ઠા-શેભાથી ઉત્તમપણાને અને જાતિકુલસંપન્નપણથી પ્રસિદ્ધિને ન પ્રગટ કરે.
भूशय्या भैक्षमशनं, जीणं वासो गृहं वनम् ।
तथाऽपि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ॥७॥ નિઃસ્પૃહી સાધુને શયન કરવાને ભૂમિતળ, ખાવાને ભિક્ષાભજન, પહેરવાને જીર્ણપ્રાય વસ્ત્ર અને વાસ કરવાને વન હોય તેમ છતાં તેને ચક્રવતીથી પણ અધિક સુખ હોય છે એ જ આશ્ચર્યકારક છે. ૭.
પૃથિવી તે જ સુખશય્યા, ભિક્ષાસમૂહથી મળેલ આહાર,