________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૩] વિષયસુખથી નહીં ધરાતા ઈન્દ્ર કે ઉપેન્દ્ર પણ સુખી નથી જ, કેવળ આત્મસંતેષી નિલેપ-નિઃસંગ મુનિમહાશય જ જગતમાં સુખી છે. ૮. આ વિષયથી નહિ તૃપ્ત થયેલા ઈન્દ્ર, કૃષ્ણ વિગેરે સુખી નથી એ આશ્ચર્ય છે. ચાદ રાજલોકમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ નિરંજનકર્મમલિનતા રહિત એક ભિક્ષુ-સાધુ જ સુખી છે.
११ निलेगाष्टक. संसारे निवसन् स्वार्थसजः कालवेश्मनि । लिप्यते निखिलो लोकः, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥
ક્ષણિક-કલ્પિત સ્વાર્થ સાધવામાં જ તત્પર છd, કાજળની કોટડી સમાન આ સંસારમાં વસત, સકળ લોકસમુદાય રાગ, દ્વેષ અને મોહાદિક દોષમળથી લેપાય છે જ. ફક્ત જેમણે આત્માને યથાર્થ ઓળખી લીધો છે એવા જ્ઞાનસિદ્ધ જ્ઞાનીમહાશયે જ તેવા દોષ-મળથી બચી શકે છે. ૧.
કાજળના ઘર જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં તત્પર સમગ્ર લેક લેપાય છે (કર્મથી બંધાય છે), પણ જે જ્ઞાનવડે સિદ્ધ છે તે પુરુષ કદાપિ લપાતો નથી. नाहं पुद्गलभावानां, कर्ता कारयिताऽपि च । नानुमन्ताऽपि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ? ॥२॥ ચેતન–દેહગેહાદિક જડભાવને તેમ જ રાગદ્વેષાદિક વિભા